આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શાહ--હું તો તેમાં કાંઇ સમજી શક્યો નથી કે, તમે શું બતાવ્યું ?
મુલ્લાં--શાહે આલી ! આ વખતે આપે મને ઉત્તમ પ્રકારનું ભોજન જમાડ્યું. પણ બરાબર જમાયું નહીં તેથી ઉલટું મારૂં લોહી બળી ગયું જેથી મને મહા હાની થઇ.
શાહ--એનું કારણ ?
મુલ્લા--તમે મને ભર દરબારમાંજ બેસી જમવાની ફરજ પાડી માટે શરમમાં ને શરમમાં પુરૂં ખવાયું નહીં.
મુલ્લાંનું આ પ્રમાણેનું બોલવું સાંભળી શાહ ઘણો ખુશી થયો.