આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







‘ઝવેરાત ઉતારો’

[૧૯૧૬ના ફેબ્રુઆરીની ૧૪મીએ બનારસ હિંદુ યુનિવર્સિટીના ખાતમુહૂર્તના સમારંભ પ્રસંગે આપેલા ભાષણમાંથી]

હવે હું એક બીજા દેખાવ તરફ તમારું ધ્યાન ખેંચું છું. ગઈ કાલે જે મહારાજા સાહેબે આપણી સભાનું પ્રમુખસ્થાન લીધું હતું તેમણે હિંદુસ્તાનના દારિદ્ર્યની વાત કરી હતી. બીજા વક્તાઓએ પણ એના પર ઘણો ભાર મૂક્યો હતો. પણ વાઈસરૉય સાહેબે જે વિશાળ શમિયાનામાં ખાતમુહૂર્તની ક્રિયા કરી ત્યાં આપણે શું જોયું ? એ દેખાવમાં ભભકાનો પાર નહોતો. ત્યાં ઝવેરાતનું જે પ્રદર્શન હતું તે જોઈ ને પારીસથી આવનાર કોઈ ઝવેરીની આંખ પણ અંજાઈ જાય. એ ઘરેણાંથી સુશોભિત રાજા મહારાજાઓની સાથે હું આપણાં કરોડો ગરીબોની તુલના કરું છું, ને મને એ રાજા મહારાજાઓને કહેવાનું મન થઈ જાય છે કે, ‘તમે આ ઝવેરાત ઉતારો નહિ ને તેને હિંદના તમારા દેશભાઈઓની થાપણ માની તેના ટ્રસ્ટી બનો નહિ ત્યાંલગી હિંદુસ્તાનનો ઉદ્ધાર થવાનો નથી.’ આપણા બાદશાહ પ્રત્યે સાચી વફાદારી બતાવવાને સારુ આપણે ઝવેરાતની પેટીઓ ફેંદીને પગથી માથાં સુધી ઘરેણાં લાદવાં, એમ બાદશાહ અથવા લૉર્ડ હાર્ડિંગ ઇચ્છતા નથી એમ હું ચોક્કસ માનું છું. બાદશાહ જ્યૉર્જ એવી કશી