આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૧૯
જન્મભૂમિદર્શન
*[૧]

મને પોરબંદરની પ્રજાએ આ માનપત્ર દીવાનસાહેબને હાથે અપાવ્યું તે માટે તેમનો હું બહુ આભાર માનું છું. અને ચાંદીની અથવા સુખડની દાબડીની અંદર એ માનપત્ર આપવાને બદલે તમે ૨૦૧ રૂપિયાનો ચેક આપ્યો છે તેમાં રહેલા તમારા વિવેક માટે તમને ધન્યવાદ આપું છું. જો પોરબંદરના શહેરીઓ મારી અભિલાષા ન સમજે અને પૂરી ન પાડે તો પૃથ્વીની સપાટી પર બીજી કઈ જગ્યાએ હું એ આશા રાખું ? મેં અનેક જગ્યાએ કહ્યું છે કે મારી પાસે ચાંદી વગેરે રાખવાનું સાધન નથી. એવાં સાધન રાખવાં એ ઉપાધિરૂપ છે; એવી વસ્તુઓનો ત્યાગ કરવાથી જ હું મારી સ્વતંત્રતાને સંભાળી શકું છું. એટલે હું હિન્દુસ્તાનને કહી રહ્યો છું કે, જેને સત્યાગ્રહનું પાલન કરવું છે તેણે નિર્ધન થવાની અને ગમે તે સમયે મરણને ભેટવાની તૈયારી રાખવી જોઈએ. મારી પાસે ચાંદીની પેટી રાખવાને સ્થાન ક્યાંથી હોય ? એટલે તમે મને તેને બદલે ચેક આપ્યો એથી તો આનંદ જ થાય છે.

પણ એક તરફથી તમને ધન્યવાદ આપું છું તો બીજી તરફથી મને મારી કંજૂસાઈની દયા આવે છે. મારી ભૂખ મોટી છે. આટલા કાગળના કટકાએ મારું પેટ ન ભરાય. ૨૦૧ રૂપિયા


  1. * પોરબંદરમાં આપેલું ભાષણ