આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૨૦
કાઠિયાવાડનાં સ્મરણો


પ્રજાપ્રતિનિધિ મંડળ

તારીખ ૧૫મીથી ૨૧મી સુધીનાં કાઠિયાવાડનાં સ્મરણો મને સદાય તાજાં રહેશે. રાજકોટના ઠાકોર સાહેબની સ્વતંત્રતા ઉપર હું મોહિત થયો. પ્રજાપ્રતિનિધિ મંડળની ઉપયોગિતા વિષે મને શક હતો, પણ તેની બેઠકમાં મેં ત્રણ કલાક ગાળ્યા પછી મારો શક દૂર થયો. એ મંડળ છેવટે કેટલું લાભદાયી નીવડશે એ તો ભવિષ્યમાં જ જણાશે, પણ જે છે તે આજ પણ ઉપયોગી છે એમ કહી શકાય. તેની ઉપયોગિતામાં વધારો કરવો એ પ્રતિનિધિઓ ઉપર આધાર રાખે છે. પ્રતિનિધિઓને પોતાના વિચારો પ્રગટ કરવાની પૂરી સ્વતંત્રતા છે ને તેઓ તેનો પૂર્ણ ઉપયોગ કરતા જણાયા. ના. ઠાકોર સાહેબને શું પસંદ પડશે એ ખ્યાલ કોઈ રાખતા હોય એમ ન લાગ્યું. પણ તેમને અપ્રિય લાગવાનો સંભવ હોય એવા વિચાર પણ પ્રતિનિધિઓ જણાવતા હતા.

કાર્ય બધું ગુજરાતીમાં ચાલવાથી શોભી નીકળતું હતું. અંગ્રેજી ભાષામાં જે કૃત્રિમતા, ડોળ વગેરે જોવામાં આવે છે તે અહીં મુદ્દલ નહોતાં, કેટલાંક ભાષણો તો સરસ ને અસરકારક હતાં એમ કહી શકાય. ભાષણો લાંબાં પણ ન