આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







દેશી રાજ્યો

જ્યારે મહાસમિતિએ પરદેશનાં રાજ્યો સાથેના સંબંધની યોજના ઘડી ત્યારે, આપણાં જ દેશી રાજ્યો સાથેનો સંબંધ કેવો થશે તેની યોજનાની સ્વાભાવિક માગણી થઈ. મહાસભાએ નાગપુરની બેઠકમાં પેાતાની યોજનાની મુખ્ય મુખ્ય રેખાઓ ઘડી દીધી હતી, અને તે એ કે દેશી રાજ્યોના અંતર્ગત વ્યવહારમાં વચ્ચે ન પડવું. દેશી રાજ્યો પણ આથી વધુ સારી સારી સ્પષ્ટ યોજના શી ઇચ્છે ? અને મહાસમિતિ પણ એ ઠરાવની મર્યાદામાં રહીને જ યેાજના ઘડી શકે. વળી મહાસભાના કાર્યકર્તાઓએ પણ એ ઠરાવને બરાબર માન આપીને દેશી રાજ્યોમાં અસહકારનો સંદેશો પહોંચાડવા પ્રયત્ન કર્યો નથી, સિવાય કે તેનાં પ્રજાકીય શુદ્ધિ અને આર્થિક દશાને લગતાં શાશ્વત અંગોને વિષે, કે જે અસહકારની પ્રવૃત્તિ ન હોય તેવા કાળમાં પણ પ્રજાને એટલાં જ જરૂરી છે. એ અંગોમાં દારૂની બદીનો નાશ, સ્વદેશી, હિંદુમુસલમાન ઐક્ય, અહિંસા ને અસ્પૃશ્યતાનિવારણનો સમાવેશ થાય છે. જ્યાંસુધી દેશી રાજ્યો પોતાની પ્રજાને સારી પેઠે રાખે છે. ત્યાંસુધી મહાસભાની એ રાજ્યો તરફ શુભેચ્છા છે જ; પણ જ્યારે તે રાજ્યો પ્રજા સાથે સારો વ્યવહાર ન રાખે ત્યારે પણ લોકમતને કેળવવા ઉપરાંત મહાસભા તેમને વિષે કોઈ પણ પ્રકારનાં દાબ કે