આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
સત્યાગ્રહીની વરાળ


હવે આપણે મુદ્દાઓ ઉપર આવીએ :

૧. દેશી રાજ્યની પ્રજા જો પોતાના રાજ્યમાં મહાસભાનો રચનાત્મક કાર્યક્રમ કરાવવા તૈયાર ન હોય તો અત્યારે બહારથી કોઈ જઈને સફળતાપૂર્વક ન જ કરી શકે. ત્યારે તો દેશી રાજ્યની પ્રજા કોઈ દિવસ જાગૃત થાય જ નહિ, એવી દલીલ કોઈ કરે એ બરોબર નથી. દુનિયાનો એવો નિયમ છે કે, એક વાતાવરણમાં કોઈ જગ્યાએ કંઈક શુભ કામ થતું હોય તો તેનો ચેપ આસપાસ લાગ્યા વિના રહેતો જ નથી. આવો અનુભવ થયા પછી ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ નામનું સૂત્ર જ્ઞાનીઓએ જગતને આપ્યું. જ્યાં પ્રજા દબાયેલી છે ત્યાં પ્રવેશ કરીને તેને જગાડવાનો યોગ કરવા જતાં તે વધારે મૂર્છામાં પડવાનો સંભવ છે. વળી એટલું યાદ રાખવું જોઈએ કે દરેક દેશી રાજ્યની પ્રજા તટસ્થ જગ્યાએ એટલે હિંદના બ્રિટિશ ભાગમાં આવ્યા કરે છે અને ત્યાંથી પોતાની શક્તિ અનુસાર નવી ભાવનાઓ પચાવે છે.

૨. દેશી રાજ્યમાંથી બ્રિટિશ હદમાં આવીને જેઓ સ્વરાજયજ્ઞમાં ઝંપલાવે છે તેઓ પોતાના રાજ્યમાંથી દેશનિકાલ થવાનું જોખમ ખેડે છે, એટલે માબાપનો વિયોગ સહન કરવાનું પણ જોખમ ખેડે છે. વળી જો માબાપ દીકરાના કામ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે તો તેઓએ પણ હદપાર થવા અને માલમતા ખોઈ બેસવા તૈયાર રહેવું જોઈએ. પ્રેમપંથ પાવકની જ્વાળા છે. તેમાં બળી મરવા જે તૈયાર ન હોય તેણે દૂર રહેવું જોઈએ. જે માબાપ દેશ અને માલમિલકતનો ત્યાગ કરવા તૈયાર ન હોય તેમણે સત્યાગ્રહી પુત્રનો ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ. સૌએ એટલો વિશ્વાસ રાખવા જોઈએ કે