આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
દેશી રાજ્યો વિષેનો ઠરાવ

ઉમેરી છે તે હાસ્યાસ્પદ છે, અમને દેશી રાજ્યોમાં સમિતિઓ કાઢવાની પરવાનગી આપી છે, પણ એ સમિતિઓને કશું કામ કરવા દેવામાં નહીં આવે. એ સ્થિતિ વિષમ છે.”

ગાંધીજી : “હા, છે જ તો. દેશી રાજ્યોના લોકોને સંતોષ આપવા માટે એટલી છૂટ મૂકી, પણ હું જે અર્થ કરું છું તે પ્રમાણે તો એ છૂટ નકામી છે.”

“ત્યારે અમારી સ્થિતિ કેવી રહેશે ? અમે મહાસભાના સભ્યો નોંધવા બંધ કરીએ, ને એક નોખી રાષ્ટ્રીય સંસ્થા ઊભી કરવા માંડીએ ? એ સંસ્થા અત્યારની મર્યાદાઓની અંદર રહીને મહાસભામાં જોડાય ?”

ગાંધીજી : “ખરું કરવાનું કામ એ છે કે તમારે તમારી પોતાની સંસ્થા રચવી. પણ તમે મહાસભાના સભ્ય તરીકે ભલે ચાલુ રહો, મહાસભામાં હાજરી આપો ને એની જોડેનો સંસર્ગ ચાલુ રાખો. પણ તમારું ખરું કામ દેશી રાજ્યોમાં રહેશે. મહાસભાના ઠરાવમાં મહાસભા સમિતિ કાઢવાની છૂટ આપેલી છે એટલું જ. તમારે દેશી રાજ્યોમાં સમિતિઓ કાઢવાની જરૂર નથી. પણ મારી સલાહની કશી કિંમત નથી. તમારે કાર્યવાહક સમિતિ પાસેથી પ્રમાણભૂત સૂચના માગવી જોઈએ.”

મહાદેવ હરિભાઈ દેસાઈ
 
હરિજનબંધુ, ૬–૩–૧૯૩૮