આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
દેશી રાજ્યો અને જવાબદારી

પ્રજાના સેવકો તે તેમના હિતના રક્ષકો બનશે, અને પોતાની હસ્તીને માટે પોતાના કે અંગ્રેજોના શસ્ત્રબળ પર નહિ પણ કેવળ પોતાની પ્રજાના સદ્‌ભાવ પર આધાર રાખશે.

રાજ્યો ત્રાસ વર્તાવશે એથી તો જે હિંસાનો અગ્નિ સર્વત્ર ધૂંધવાઈ રહેલો દેખાય છે તેમાં ઘી હોમાશે. જો રાજ્યોને ખોટી સલાહ મળશે ને તેઓ તેમની પ્રજાની વાજબી માગણીઓનો વિરોધ કરવાને સારુ સંગઠિત હિંસા પર આધાર રાખશે, તો સામાજિક અન્યાયનું નિવારણ કરવાના સાધન તરીકે દેશમાં અત્યાર સુધીમાં જે અહિંસાનો ઉદ્ભવ્ થયો છે તે અહિંસા એમનું રક્ષણ નહીં કરે. એ અહિંસા જો હિમાલયના ઉત્તુંગ વૃક્ષ જેવડી ફૂલીફાલી હોત તો તે ગમે તેવી સખત કસોટીમાં પાર ઊતરી હોત. પણ દુઃખ સાથે કબૂલ કરવું પડે છે કે તેની જડ હિંદુસ્તાનની જમીનમાં પૂરતી ઊંડી ઊતરી નથી.

તેથી હૈદરાબાદનાં જાહેરનામાં જોઈને મને સખેદાશ્ચર્ય થયું છે. સર અકબર હૈદરી મોટા કેળવણીકાર છે. તેઓ ફિલસૂફ છે. ઢાકા વિદ્યાપીઠ આગળ આપેલું એમનું પદવીદાન સમારંભનું ભાષણ વાંચીને મને આનંદ થયો હતો. એમણે આ પ્રગતિવિરોધી જાહેરનામાં કાઢ્યાં છે એ અતિશય નવાઈ પમાડનારી વસ્તુ છે. એક સંસ્થા કામ કરવા લાગે તે પહેલાં જ આ જાહેરનામાંમાં તેના પર મનાઈ હુકમ કાઢેલો છે. જે રાજ્યમાં બહુ જ મોટા ભાગની પ્રજા એક ધર્મની છે ત્યાં કોમીવાદનો અર્થ શો હોઈ શકે? દાખલા તરીકે, કાશ્મીર કે સરહદ પ્રાંતમાં, જ્યાં મોટા ભાગની પ્રજા એક ધર્મની છે ત્યાં, કોમીવાદનો અર્થ શા હોઈ શકે ? લઘુમતી કોમના સિદ્ધાંતનો