આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







દેશી રાજ્યોમાં શાહજાદા

દેશી રાજ્યોમાં શાહજાદા જ્યારે જાય ત્યારે રૈયતવર્ગે શું કરવું એ પ્રશ્ન થયો છે. મને લાગે છે, રૈયતવર્ગ પોતાનાં રાજ્યોની સાથે અસહકાર નથી કરતો તેથી દેશી રાજ્યોની સ્થિતિ કફોડી થાય એવું વર્તન ન કરી શકે. રાજ્યના મહેમાનને માન આપવા તે બંધાયેલ નથી, પણ માન આપવાની સામે હિલચાલ કરવાનો પણ તેને હક પ્રાપ્ત નથી થતો. તેથી દેશી રાજ્યમાં શાહજાદા આવવાને સમયે રૈયતવર્ગ હડતાળ ન પાળે, માન આપવાની સામે સભા ન કરે. પણ સમજુ રૈયતવર્ગનો હિંદુસ્તાનના બીજા ભાગો સાથે નિકટ સંબંધ હોવો જ જોઈએ. તેથી તે જ્યાંસુધી બની શકે ત્યાંસુધી માન આપવામાં ભાગ પણ ન લે. દેશી રાજ્યોમાં પ્રજાસત્તા જેવું તો ઓછું છે અથવા કંઈ જ નથી. ત્યાં રાજાના દરેક કાર્યોમાં પ્રજાને ભળવાપણું નથી રહેતું. પ્રજાને પસંદ પડે તેમાં અથવા તો જબરદસ્તીની ધાસ્તીથી ભળવું પડે તેમાં જ પ્રજા ભળે. આ બધી બાબતોમાં જો વિનયપૂર્વક વ્યક્તિસ્વાતંત્ર્યનો ઉપયોગ કરવામાં આવે તો તે શાભે છે. દેશી રાજ્યોમાં રાજાપ્રજા વચ્ચેનો સંબંધ કેવળ સ્વાર્થને વશ છે. રાજા ભલો હાય તો ભલું કરે; ભૂંડો હોય તો પ્રજાની પાસે હથિયાર અથવા સત્યાગ્રહ સિવાય ત્રીજું સાધન નથી. એવા સંબંધ બ્રિટિશ