આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

મારો ઇરાદો નથી. રાજકોટનો મિત્ર હોવાનો દાવો કરતા એક વૃદ્ધ માણસનું કહ્યું સાંભળવા વીનવું છું. — ગાંધી

રાજકોટ, તા. ૨૩: સરધાર જેલના કેદીઓ સાથે ગેરવર્તાવના આક્ષેપોમાં છાંટાભાર સત્ય નથી. આખી વાત કેવળ ઉપજાવી કાઢેલી છે. રોજનો ખોરાક, બિછાનાં, બધો જ કાર્યક્રમ લગભગ રાજકોટ જેલની ઢબે જ ગોઠવાયેલો છે. આ ખબર અહીંના જેલના ઉપવાસ ઉપર ગયેલા કેદીઓને મેં લેખી આપી છે. ખાતરી આપું છું કે વાજબી વર્તાવ માટે મનુષ્યથી શક્ય તેટલું બધું કરવામાં આવે છે. મહેરબાની કરી ચિંતા ન કરશો. — પ્રથમ સભ્ય

વર્ધા, તા. ૨૪: જો બધા અહેવાલો નર્યાં બનાવટી જ હોય તો તે મારે માટે અને મારા સાથીઓ માટે ગંભીર છે. તેમાં વજૂદ હોય તો રાજ્યના અમલદારોને સારુ ભારે લાંછનરૂપ છે. દરમ્યાન ઉપવાસો ચાલુ છે, મારી ચિંતા અસહ્ય છે. તેથી આવતી કાલે રાત્રે દાક્તરી પરિચારિકા, મંત્રી અને ટાઈપિસ્ટ એમ ત્રણ જણ સાથે રાજકોટ માટે નીકળવા ધારું છું. હું સત્યની શોધમાં અને સુલેહ કરનાર તરીકે આવું છું, પકડાવાના હેતુથી નહિ. વસ્તુસ્થિતિ જાતે જોવાની મારી ઇચ્છા છે. મારા સાથીઓ જો બનાવટી વાતો ઊભી કર્યાના દોષી હશે તો હું તેનું પૂરતું પ્રાયશ્ચિત્ત કરીશ. ઠાકોર સાહેબને પણ પ્રજા જોડે કરેલા વિશ્વાસઘાત સમારવા સમજાવીશ. લોકોને દેખાવો ન કરવા હું જણાવીશ, અને રાજકોટમાં મારો પ્રયત્ન ચાલે તે દરમ્યાન પ્રજાનો તેમજ બહારથી આવનારાનો સત્યાગ્રહ મોકૂફ રાખવા સરદારને હું કહું છું. જો દૈવયોગે ઠાકોર સાહેબ અને તેમની કાઉન્સિલ સુધારા સમિતિના