આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯
પૂર્ણાહુતિ

જેઓ ઉપવાસના માર્ગની કદર કરી શકતા નથી. મારામાં શક્તિ આવ્યે હું ‘ઉપવાસના માર્ગ’ વિષે લખવા ઉમેદ રાખું છું, કારણ પચાસથી વધુ વર્ષના મારા અનુભવે મને ખાતરી કરાવી છે કે સત્યાગ્રહના શાસ્ત્રમાં એને એક ચોક્કસ સ્થાન છે જ.

ઉપવાસનો અહીં ઉલ્લેખ કરવાનું મને ખાસ કારણ છે. હું ના. વાઈસરૉયે લીધેલા તાત્કાળિક પગલાની પૂરી કિંમત આંકવા માગું છું, કારણ વાઈસરૉય અંગ્રેજ માનસના પ્રતિનિધિને સ્થાને છે. તે કહી શકતા હતા — અને ઓછામાં ઓછો હું તો તેમનું તેમ કરવું તેમની દૃષ્ટિએ બરોબર જ લેખત — કે, આ માણસના ધંધા કોઈ વાતે સમજી શકાય એમ નથી. એનાં અનશન અને ઉપવાસોને અંત જ દેખાતો નથી. રોજ ઊઠીને એની એ હૈયાહોળી, કોક દિવસ તો આ સ્થિતિનો અંત આણ્યે જ છૂટકો છે. એ તો કોઈ દિવસ કહેવાનો નથી કે આ હવે મારો છેલ્લીવારનો ઉપવાસ છે. આ વખતે તે પહેલાં ઉપવાસ છોડે ત્યાર પછી જ બીજી વાત. બસ, ત્યાં સુધી એની સાથે વાત નહિ ને ચીત નહિ. એ આ જ લાગનો છે.’

હું જાણું છું કે ના. વાઈસરૉયે આવું વલણ લીધું હોત તો નીતિની દૃષ્ટિએ તે ખોટું ગણાત; પણ રાજકીય દૃષ્ટિએ જોતાં અને અંગ્રેજના દૃષ્ટિબિંદુથી વસ્તુસ્થિતિ વિચારતાં, જો તે તેવા અક્કડ રહ્યા હોત તો, હું તેમના પગલાને બરાબર કહેત. મારી આશા તો એવી છે કે ઊલટું અંગ્રેજ માનસને અકળ એવી આ પદ્ધતિની આવી કદર અને તેનો આવો શુભ અંત મેં જેને પ્રાથમિક અન્યાય કહ્યો છે તેનું પરિમાર્જન