આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૬૧
ઉપવાસ વિષે

ઉપવાસ એ આદિકાળથી ચાલતી આવેલી પ્રથા છે. ઉપવાસ આત્મશુદ્ધિને અર્થે અથવા તો કોઈ ઉચ્ચ કે નીચ હેતુની સિદ્ધિને અર્થે કરવામાં આવે છે. બુદ્ધે, ઈસુએ તેમ જ મહંમદ પેગંબરે ઈશ્વરસાક્ષાત્કારને અર્થે ઉપવાસ કરેલા. રામચંદ્રજીએ પોતાની વાનરસેનાને સારુ માર્ગ માટે મહાસાગર સામે ઉપવાસ કરેલા. પાર્વતીએ મહાદેવજીને પોતાના પતિ તરીકે મેળવવા સારુ ઉપવાસ કર્યા હતા. મારા ઉપવાસોમાં ઉપર જણાવેલા મહાન દાખલાઓનું તેમના કરતાં હળવા હેતુસર પણ મેં અનુસરણ માત્ર કર્યું છે.

મારા છેલ્લા ઉપવાસના ઔચિત્યની ચર્ચામાં ન ઊતરતાં હું એક જ પ્રશ્નનો ઉત્તર આપીશ. એમ પૂછવામાં આવ્યું છે કે, હું સેવાગ્રામથી નીકળ્યો ત્યારે ઉપવાસ કરીશ એ વાત હું જાણતો હતો કે નહિ ? હકીકત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષથી ઉપવાસની બાબતમાં હું સારી પેઠે કાયર બની ગયો છું. સને ૧૯૩૩ ના છેલ્લી જેલ વેળાના મારા ઉપવાસ સંખ્યામાં ઝાઝા નહોતા થયા ( ૭ થયેલા), પણ તેથી મને અતિ દેહકષ્ટ થયેલું. જે દિવસે મને છોડ્યો તે દિવસે તો મેં મરણભેટની તૈયારી કરી નાંખેલી. મારી માંદગીની પથારી આસપાસની ઝીણીમોટી ચીજો ઘણીખરી મેં સારવાર