આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૬૩
સત્યાગ્રહીની લાયકાત


છેલ્લા ચાર દિવસના મારા ઉપવાસે સત્યાગ્રહીએ કેળવવાની લાયકાતો વિષે મને વિચાર કરતો કરી મૂક્યો છે. આ લાયકાતો મેં સને ૧૯૨૧ માં વિચારી હતી અને લખી પણ હતી. પણ તે ભુલાઈ ગઈ લાગે છે. અત્યારે ઘણાં દેશી રાજ્યોમાં સત્યાગ્રહ ચાલી રહ્યો છે અગર તો ચલાવવાના વિચાર ચાલે છે. તેથી એ લાયકાતોની વિગતો ફરી એક વાર રજૂ કરવાની અને ઘણા કાર્યકર્તાઓમાં જે ભૂલભર્યા વિચારો પ્રચલિત હોવાનું જણાય છે તેની સફાઈ કરવાની જરૂર છે.

વળી અત્યારે અહિંંસાથી નહિ પણ હિંંસાથી બધે વાતાવરણ ધમધમી રહેલું છે એવે વખતે સૌથી વધારે કાળજી રાખવી ઘટે. બલ્કે અત્યારે કોઈ એટલે સુધી પણ વાજબીપણે દલીલ કરી શકે કે આટલા બધા હિંસામય વાતાવરણ વચ્ચે અહિંંસાને અવકાશ જ નથી. આ દલીલ એટલે સુધી પણ લંબાવી શકાય કે અહિંંસા સાવ નકામી વસ્તુ થઈ પડે. પણ અહિંસાવાદીનો દાવો તો એ છે કે ચાહે તેવા ભયાનક હિંસાબળને પણ માત કરનારી એકમાત્ર શક્તિ અહિંસા જ છે. આમ છતાં જ્યારે હિંસા વાતાવરણને વ્યાપી દે છે ત્યારે પણ અહિંસા સવિનય ભંગ રૂપે જ પ્રગટ થવી જોઈએ એવો નિયમ નથી. અને જો એ સવિનય ભંગ રૂપે પ્રગટ થવાની