આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

મારો અર્થ તેમને કબૂલ હોય તા દરબાત્ર વીરાવાળાને કાઢવાનો ખ્યાલ છોડી દઈને તેમનો હૃદયપલટો કરવાનો સંકલ્પ તેમણે કરવો રહ્યો છે. આ તેમનાથી તો જ થઈ શકે જો તેઓ તેમની એબો જોવાનું છોડી તેમના ગુણ હોય તે શોધી કાઢી તે કેળવવા તરફ રોકાય. દરેક માણસની હિંસાવૃત્તિને બૂઠી કરી નાંખવાની અહિંસાની શક્તિને વિષે અનંત શ્રદ્ધા કેળવતાં તેમણે શીખવું રહ્યું છે. ખરી અહિંસા એ જ છે કે દોડીને હિંસાના મોઢામાં જઈ પડવું. જો ગાયોમાં વિચારશક્તિ હોય તો એવી કલ્પના કરી શકાય કે, જો પૂરતી સંખ્યામાં એવી ગાયો નીકળે જે વાઘના મોઢામાં જ દોડીને પડે તો વાઘને ગાયના માંસની રુચિ નહિ રહે અને તે પોતાનો જાતિસ્વભાવ બદલશે. તેથી તેઓ દરબાર વીરાવાળાનો ભય છોડે અને અશક્યવત્‌ દેખાતી વસ્તુ સિદ્ધ કરવાની હિંસાની શક્તિ વિષેની અશ્રદ્ધા તજે.

આ (તેમને) નવો લાગતો સિદ્ધાંત મારે મોઢેથી તેમણે ધ્યાનપૂર્વક સાંભળ્યો. તેમને ગળે ઊતર્યો કે કેમ એ મેં ન પૂછ્યું. મને આશા છે કે તે તેમને હૈયે બેઠો હશે. તેઓ મને વાજબીપણે જ સામું પૂછી શકતા હતા: “વડા ન્યાયાધીશના ચુકાદાને ફગાવી દઈને, કેવળ દરબાર વીરાવાળાના જિંગરની ભલમનસાઈ ઉપર વિશ્વાસ મૂકવાની ભલામણ કરનારા તમારા અવનવા ચલણના વાજબીપણા વિષે તમારી પોતાની ગળા સુધી ખાતરી છે?” જો તેમણે આવો સવાલ કર્યો હોત તો મને કહેવાની ફરજ પડત કે, “એટલે લગીની હિંમત હજુ હું મારામાં ભાળતો નથી.” સાચે અહિંસા શૂરાને જ વરી છે.