આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

શકું કે મારા વિરોધીઓનાં હૈયાં પિગળાવવામાં હું હંમેશાં સફળ નીવડ્યો છું. રાજકોટે આ બીનાનું મને વધુ સચોટ દર્શન કરાવ્યું. હું વિચારી રહ્યો હતો કે દરબાર વીરાવાળાનો હૃદયપલટો કરાવવામાં આપણે કેમ નિષ્ફળ ગયા. મારા અંતરમાંથી સીધો જવાબ મળ્યો કે એમની સામે આપણે શુદ્ધ અહિંસાનો પ્રયોગ નથી કરી શક્યા. આપણા લોકોએ એમને ગાળો કાઢી. મેં એમની સામે વપરાતી ભાષા પ્રત્યે દુર્લક્ષ રાખ્યું. મેં પોતે મારી જીભ ઉપર કાબૂ રાખ્યો હશે, પણ બીજાઓની જબાન ઉપર તેવો જ કાબૂ જાળવવાનું ધ્યાન મેં રાખ્યું નહિ.

આ વસ્તુનું દર્શન રેસિડેન્ટ ગિબસન જોડેની વાતચીત દરમ્યાન મને એકાએક થયું. મેં ઠાકોર સાહેબ ઉપર પોતાની સુધારા સમિતિ બનાવવાનું છોડનારી શરાફી વાત કરી, જેને રેસિડેન્ટે પણ શરાફી કહી. તે વખતે આ વસ્તુ જેને મેં અહિંસાનો ‘નવો પ્રયોગ’ કહ્યો છે તે મને જડી. એ જોખમ વિનાની નથી; કારણ કે તેને લીધે જે કામ ચાલી રહ્યું હતું તે બધું મોકૂફ કરવાની સૂચના મારે આપવી પડી. રાજકોટની લડત દરમ્યાન મારે અનશનને ટાંકણે તાજના પ્રતિનિધિની દરમ્યાનગીરી નોતરવી પડી, અને ત્યાર પછી તેના રાજકોટ ખાતેના પ્રતિનિધિનો આશ્રય હું લઈ રહ્યો હતો. ‘શરાફી વાત’ મને સૂઝી ત્યારે હું એમ વિમાસી રહ્યો હય્પ્ કે ચક્રવર્તી સત્તાને વીસરી જઈ એકલા રાજ્યને જ હું કાં ન વળગું ? પણ એટલે લગીની હિંમત કદાચ મારામાં હજી નથી. રાજકોટ પ્રકરણમાં ચક્રવર્તી સત્તાનો આશ્રય ન જ લેવો, ગ્વાયર ચુકાદાને ફાડીને ફગાવી દેવા લોકોને કહેવું, અને રાજ્ય જોડે ફરી પાછા