આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૭૩
નવા પ્રયોગનો અમલ

ત્રાવણકોરની પરિસ્થિતિ વિષે શ્રી. તાણુ પિલ્લે, શ્રી. વરગીઝ તથા શ્રી. ફિલિપોઝ જોડે મારે લાંબી વાતો થઈ. રાજકોટના મારા કીમતી અનુભવથી હું જોઈ શક્યો છું કે ત્રાવણકોરનો સત્યાગ્રહ બરાબર યોગ્ય વખતે મોકૂફ થયો હતો. રાજકોટના પ્રાયશ્ચિત્તમાંથી હું શીખ્યો છું કે ત્રાવણકોરમાં પણ દીવાન સર સી. પી. રામસ્વામી આયર સામેના આક્ષેપો ખેંચી લેવાયા એટલું બસ નહોતું. ત્રાવણકારવાળાઓએ એ વસ્તુ કબૂલ કરવી રહી છે કે તેમણે એકલા મહારાજાની જોડે નહિ પણ તેમના દીવાન જોડે પણ કામ લેવાનું છે.

હું એ પણ જોઉં છું કે ઘણા ત્રાવણકોરી ટીકાકારોએ કહ્યું છે કે લડત મોકૂકીથી રાજ્ય તરફનું દમન વધ્યું છે. ટીકાકારો નથી જાણતા કે રાજ્યના દમનથી બચાય એટલા ખાતર અગર તો દમન અટકે એવી આશાએ મોકૂફીની સલાહ આપવામાં નહોતી આવી. એ સલાહ તો લોકોને હાથે હિંંસા થવાની શક્યતા ટાળવા ખાતર અપાઈ હતી, પછી એવી હિંસા ગમે તે કારણે અથવા ગમે તેની ઉશ્કેરણીથી થવા પામી હોય. વળી મહાસભાવાળાઓના મનુષ્યસ્વભાવમાં નરી હેવાનિયત વ્યાપતી અટકાવવાને સત્યાગ્રહ મોકૂફ કરવામાં આવ્યો હતા. આ બેઉ હેતુ ઠીક ઠીક સફળ થયા છે એમ