આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૯
અહિંસા વિ૦ હિંસા

રાજાઓમાં બેઉમાં નાદાની પેઠી છે. પ્રજા હતાશ થઈ ગઈ છે, અને એને લાગે છે કે બધું ઢોળાઈ ગયું. રાજાઓની નાદાની એ કે, તેઓ એમ માનવા લાગ્યા છે કે પ્રજા તરફથી એમને હવે કશું જ બીવાપણું નથી, તેને કશું ખોવાપણું નથી. બેઉ ભૂલમાં પડ્યાં છે. હું આ પરિણામથી ગભરાતો નથી. ખરું જોતાં જયપુરી કાર્યકર્તાઓ જોડે હું તેમની લડત નિયમો અને મર્યાદાઓથી પરિમિત હતી છતાં મોકૂફ રાખવાની યોગ્યતા વિષે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે આવાં પરિણામોની શક્યતાની મેં આગાહી કરી હતી. પ્રજામાં આવેલી નિરાશા બતાવે છે કે બાહ્ય ક્રિયાની અહિંસા પાછળ મનવાણીની અહિંસા નહોતી, અને તેથી જેલ જવાનો કેફ અને જુસ્સો અને તેને અંગેના દેખાવોની ઉત્તેજના ખલાસ થયાં તેની સાથે જ જાણે ખલાસ થઈ એવી લાગણીએ તેને ઘેરી. રાજા માની બેઠા કે લડનારાઓની સામે જલદ ઇલાજો લઈને અને નરમ લોકો હોય તેમને નકલી સુધારાથી સમજાવી લઈને હવે તેઓ નિરાંતે પોતાની આપખુદીની કિલ્લેબંધી કરી શકે તેમ છે.

પણ સાચી સમજણ હોત તો પ્રજા તેમ જ રાજાઓ બેઉના ઉપર મારા પગલાની જે અસર થવી ઘટતી હતી તે જ થાત. લોકો મારી સલાહની યથાર્થતા સમજીને મૂગા અને નિશ્ચયી પ્રયત્નથી રચનાત્મક કાર્યને વળગી, શાંતપણે બળ અને શક્તિનો સંચય કરવા પાછળ લાગત, અને રાજાઓ મોકૂકીથી મળેલી તકને ઓળખી, વગર સોદો કર્યે શુદ્ધ ન્યાય તોળી સમજદાર પણ પ્રગતિમાન એવા પ્રજાપક્ષને સંતોષે એવા સુધારા આપત. યુગબળને ઓળખે તો જ તેમનાથી આ થઈ