આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૧
અહિંસા વિ૦ હિંંસા

કરતી રહી છે. પણ મહાસભાવાદીઓનાં અંતઃકરણ કોઈ પણ વખતે અહિંસાથી છલકાયાં નથી, તેથી એ ગમે એટલી અજાણમાં પણ થયેલા દોષનું આજે તેમને ફળ ભોગવવું રહ્યું છે. બરાબર અણીની વેળાએ તેમના દોષ ઉપર તરી આવ્યા છે અને તેમની સદોષ કાર્યપદ્ધતિ આજે પરિસ્થિતિને પહોંચી વળવાને અસમર્થ નીવડી છે. અહિંસા એ દબાણ કે બળજોરીની રીત હરગિજ નથી, એ તો હૃદયપલટાની જ રીત છે. આપણે રાજાઓનો હૃદયપલટો કરવાને અસમર્થ નીવડ્યા છીએ, અંગ્રેજ શાસકોનો હૃદયપલટો કરવાને પણ અસમર્થ ઠર્યા છીએ. માણસની પાસે તેની સત્તા રાજીખુશીથી છોડાવવી એ અશક્ય વસ્તુ છે, એવી દલીલ નિરર્થક છે. સત્યાગ્રહ એક નવો પ્રયોગ છે એવો દાવો મેં કર્યો છે. મહાસભાવાદીઓ તેને પૂરા જિગરની અજમાયશ આપે તે પછી જ તેની નિષ્ફળતાની ઘોષણા કરવી વાજબી ઠરે, તે અગાઉ નહિ. માત્ર વ્યવહારનીતિ તરીકે સ્વીકારેલી વસ્તુને પણ જો સચ્ચાઈપૂર્વક અજમાયશ આપવી હોય્ તો તે તે પૂરા જિગરથી ચલાવવી જોઈએ. આપણે તેમ નથી કર્યું. તેથી ચક્રવર્તી સત્તા અગર તો રાજાઓ ન્યાયથી વર્તે એવી અપેક્ષા કરતા પહેલાં મહાસભાવાદીઓ એ પોતે પોતાનો હૃદયપલટો કરીને પોતાની નિષ્ઠાને સાચા નીવડવું રહ્યું છે.

પણ જો મહાસભાવાદીઓ અહિંસાની દિશામાં અત્યાર સુધી ગયા છે તેથી વધુ આગળ જઈ શકે તેમ ન હોય અગર જવા તૈયાર ન હોય, અને જો ચક્રવર્તી સત્તા તથા રાજાઓ પણ સ્વેચ્છાએ અને પોતાનો સ્વાર્થ ઓળખીને જે ન્યાય્ય વસ્તુ છે તે કરવા તૈયાર ન થાય, તો દેશે હિંસાને ફાટી નીકળેલી