આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

જે દેશે તેમને જન્મ આપ્યો છે તે દેશની ખાતર અહિંસાના પક્ષમાં પોતાનું વજન નાંખવા હું વિનંતી કરું છું. મહાસભાની સ્થિતિ અનિશ્ચિત છે. કાં તો એ વધુ ને વધુ અહિંસક થતી જશે અગર તો તે હિંસાને સ્વીકારનારું એક તંત્ર બની જશે. ભલે તુરતમાં હિંસાનાં કાર્યો ન કરે પણ આખરી હિંંસાને સારુ તે તૈયારી કરશે. કોઈ પણ સ્થિતિમાં કાયરોને તો પોતાની વચ્ચે નહિ રહેવા દે. તેમ કરશે તો તેનાં આજનાં શક્તિ અને પ્રભાવ નષ્ટ થશે. આમ ઊંંચા કે નીચા (અને મહાસભાની નજરમાં તો કોઈ ઊંચું નીચું છે જ નહિ) દરેક હિંદીએ આજે પોતાની પસંદગી કરી લેવી રહી છે.

ઍબટાબાદ, ૮-૭-૩૯
હરિજનબંધુ, ૧૬–૭–૧૯૩૯