આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૭૮
સગીર રાજ્યવહીવટ

ચંબા રાજ્યના રાજા સગીર છે, તેથી રાજ્યવહીવટ સીધો બ્રિટિશ કારભાર નીચે છે. કારભારી ખરું જોતાં રાજાની જ રીતે વર્તે છે અને રાજાની બધી સત્તાઓ ભાગવે છે. ચંબાના એક પત્રલેખક લખે છે :

“અમારે ત્યાં સગીર રાજ્યવહીવટ હોઈ રાજ સીધું ચક્રવર્તી સત્તાના અંકુશ તળે છે. સ્વાતંત્ર્યની ભાવનાને ગુનારૂપ ગણનારા કાયદાઓ જે સગીર રાજ્યવહીવટ દરમ્યાન જારી કરવામાં આવ્યા છે તેમને ખેંચી લેવા અમે દબાણ કરી રહ્યા છીએ, અને ઇચ્છીએ છીએ કે જે કામચલાઉ કારભારી કાઉન્સિલ સ્થાપવામાં આવી છે તેમાં કઈ નહિ તો સગીર રાજ્યવહીવટ દરમ્યાન પ્રજાકીય તત્ત્વ દાખલ કરવામાં આવે...અમારા જેવા દાખલામાં ચક્રવર્ત્તી સત્તા એમ ન કહી શકે કે તેનાથી વચમાં ન પડી શકાય. જો રાજાના અધિકારોની રક્ષા ચક્રવર્તી સત્તાની ફરજરૂપ છે, તો રાજ્યની પ્રજા પ્રત્યે પણ તેની કશી ફરજ ખરી કે નહીં? આપ આ પ્રશ્ન પર કઈ અજવાળું પાડશો?”

આ પ્રશ્ન પ્રાસંગિક છે. બ્રિટિશ હિંદની પ્રજા જે છૂટો ભોગવે છે તે બધી બ્રિટિશ કારભારવાળાં રાજ્યોની પ્રજા કાં ન ભોગવે? ખરું જોતાં તો બ્રિટિશ કારભાર નીચેના હરકોઈ શાણા તથા ઉદાર કારભારીને સત્તાની રૂએ પોતાની સંભાળ