આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૧
રાજાઓ

છે. એવો વખત આવશે ત્યારે જણાઈ રહેશે કે મહાસભા જોડે અગર તો તેની જગાએ જે કોઈ હિસાબ દેનારલેનાર હશે તેની જોડે અંતે ચક્રવર્તી સત્તાને જ રાજાઓની વતી વાટાઘાટ કરવી પડશે. જેમ હિંદમાંની સિવિલ સર્વિસ — જે બ્રિટિશોની ઊભી કરેલી સૃષ્ટિ છે — ને હિંદુની સ્વાતંત્ર્યપ્રાપ્તિની દિશાની કૂચનો માર્ગ રૂંધીને બેસવા દઈ શકાય નહિ, તેમ રાજાઓને પણ તેમ કરવા દઈ શકાય નહિ અગર તો એ દિશાએ તેમને ઓઠા તરીકે વાપરી શકાય નહિ. સિવિલયનો તેમ જ રાજાઓ બેઉ જમાતો સામ્રાજ્યના સ્તંભરૂપ છે. તેથી અંતે બેઉએ કાં તો આઝાદ હિંદને રાજીખુશીની મદદ આપતા થવું જોઈશે અથવા તો એમને ફારગ કરીને વિખેરવા પડશે. આ હું તેમને હીણવવા ખાતર નથી કહેતો એ તો ઉઘાડી વાત છે. જ્યારે બ્રિટન સામ્રાજ્યવાદ ખંખેરી નાંખશે ત્યારે હિંદને લાગેવળગે છે ત્યાં સુધી સૌ જોશે કે સામ્રાજ્યશાહીની આ બે ભુજાઓને ઈંગ્લંડને સાચું પગલું લેવાના કામમાં અંતરાય થઈ પડવા નહિ જ દેવામાં આવે.

યુરોપની લડાઈને અત્યારે જે રૂપમાં હું નિહાળી રહ્યો છું તે રીતે હું માનું છું કે એ દાવાનળ હજુ એની કારમી ભીષણતામાં ભભૂકી ઊઠ્યો નથી. બેઉ પક્ષો હજી નવી નવી સંહારરીતો શોધવામાં ગૂંથાયા છે. પણ ખરું જોતાં બેઉ, હું આશા રાખું છું કે, બેઉ પક્ષના ખરેખરા આખડવાથી નિશ્ચે થનારી ભયાનક કતલ ટાળવા મથી રહ્યા છે. વગર જોયેવિયાર્યે હાથ આવે તે જહાજોને ડુબાવવાની નીતિ અને તેમાંથી નીપજતી પ્રાણહાનિ ભયાનક છે જ, પણ બેઉ પક્ષે ખરી મરણિયા લડાઈની શરૂઆત થયે જે ભીષણ હત્યાકાંડ