આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

હોવું જોઈએ કે તેને વિષે કોઈના મનમાં શંકા જ ન પેદા થાય. રાજાઓને મહાસભાનો ડર છે એમ તમે કહો છો. એને વિષે તો એટલું જ કહેવાનું કે રાજાઓ જાણે કે મહાસભા તો તેમની જોડે સમજૂતી પર આવવાને સદા તૈયાર બેઠી છે. મહાસભા એ અહિંસાના ધ્યેયને વરેલી સંસ્થા છે. રાજાઓ સ્વેચ્છાએ પોતાની પ્રજાની સત્તાને તાબે થાય, એટલે મહાસભા જરૂર તેમની જોડે મિત્રાચારી કરશે. તે જો એમ ન કરે તો આગળ ઉપર તેમને વસમું પડવાનું છે ખરું. હું ફરી વાર કહું કે મહાસભા રાજાઓનો નાશ કરવા નથી નીકળી, તે પોતે જ પોતાની રીતરસમ ન સુધારે ને આત્મનાશ વહોરી લે તે જુદી વાત છે. પ્રજાનો સેવક બનવામાં સંતોષ માનનાર એક પણ રાજા હશે તો મહાસભા તેને પડખે ઊભી રહેશે.”

સીમલા જતી ગાડીમાં, ૨૭-૬-૪૦
હરિજનબંધુ, ૧૭-૮-૧૯૪૦