આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૧
હૈદરાબાદ

સત્તા હશે તે આખા હિંદ ઉપર અમલ ચલાવશે. આવી બળવાન સત્તા તે હૈદરાબાદ રાજ્ય પણ હોઈ શકે. નાનાં મોટાં તમામ રાજ્યો ઇચ્છાએ કે અનિચ્છાએ બ્રિટિશ ઝૂંસરીમાંથી તો છૂટાં થશે જ. તે બધાં પોતપોતાની હસ્તી ટકાવવા લડશે, જે સૌથી જબરદસ્ત ઠરશે તેને શરણે જશે, અને પેલો જબરદસ્ત હિંદનો સમ્રાટ બનશે. આવું તો જ બની શકે જો કરોડોની નિઃશસ્ત્ર પ્રજા સશસ્ત્ર રાજ્યોનાં સંગઠન સામે લાચાર બની તેને વશ થશે. બીજી પણ ઘણી શક્યતાઓ છે. બ્રિટિશ લશ્કરના હિંદી ભાગમાં એવી સ્થિતિમાં ઘણે ભાગે પોતાનું બળ અને સ્વતંત્ર હસ્તીનું ભાન થશે. મુસ્લિમ ફોજ, શીખ ફોજ, ગુરખા સેના, રાજપૂત સેના, એવાં કૈક લશ્કરો કદાચ ઊભાં થયાં હશે. કદાચ તો કાં તે આપસમાં લડશે, અથવા તો કોઈ રાષ્ટ્રીય પક્ષ જોડે મળી જઈ ને રાજાઓ સામે વ્યાપક સંગઠન રજૂ કરશે. વળી એમ પણ બને કે સરહદ પરથી લડાયક કોમો અહીં ઊતરી પડે, અને આવી લૂંટમાં અથવા તો સર્વોપરી રાજસત્તામાં પણ ભાગ પડાવવા માગે.

એવા સંજોગો ઊભા થવા પામે તો તે વખતે મહાસભા પાસે જો તેની અહિંંસા કશી સિલક રહી હશે તો તે હિંદમાં સર્વવ્યાપી શાંતિ સ્થાપવાના પ્રયત્નમાં મરી છૂટશે. એમ બનવું પણ અશક્ય નથી કે એ બધાં લડનારાં તત્ત્વોને એક મધ્યવર્તી સત્તાની નૈતિક આણ માનીને સ્વેચ્છાપૂર્વક તેનું શરણ સ્વીકારવામાં એકથી વધુ રીતે લાભ દેખાય. આમ બને તો એનો અર્થ એ થયો કે પ્રજાનાં તમામ સ્ત્રીપુરુષને મતાધિકાર હશે, અને તેનો ઉપયોગ શિસ્તબદ્ધ અને રાજદ્વારી બાબતોમાં