આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

સ્થાન મળ્યું છે ત્યાં બરકત ફરી આવવા મથી રહી છે. હજુ તે જામી શકી નથી કેમકે તે તે ઘરમાં રેંટિયા ઉપર શ્રદ્ધા નથી બેઠી. ‘મારું સૂતર નહિ ખપે તો મારા શા હાલ? આ મહાસભાવાળાઓનો શો ભરોસો ? મારા વહાલા આજ આ કરે છે તે કાલે વળી કાંઇક બીજું જ. એની પીઠ પાછળ ક્યાં સરકાર છે?’ આવી અનિશ્રિત સ્થિતિથી તેઓ ગભરાય છે. ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ’ એવી આપણી દયામણી દશા અત્યારે વર્તે છે.

ત્યારે કાઠિયાવાડ ખાદીનું કામ ઉપાડી લઈ ખૂબ શોભાવશે એવી એક આશાએ મને પલાળ્યો છે.

બીજી આશા પણ તેટલી જ નિર્દોષ ને તેટલી જ તીવ્ર તેમજ ધાર્મિક છે. ધર્મ તો કદાચ આ બીજી આશામાં વધારે હોય. કાઠિયાવાડની આભડછેટથી તો વિદુરની ભાજી ખાનાર, ગોવાળોમાં રખડનાર, ગૌધણ ચારનાર, ગોપીઓનાં નિર્મળ મનનો હરનાર, તેમનાં પવિત્ર હૃદયનો સ્વામી, કૃષ્ણ પણ હાર્યો છે. જે ચીંથરિયા સુદામાને હરખે ભેટ્યો હતો તે કંઈ હરિજનથી અભડાય એમ બને?

પણ તેના જ સૌરાષ્ટ્રમાં આજે હરિજનો હડધૂત થાય છે. તેમનો સ્પર્શ દોષમય ગણાય છે, ને કેટલાક ભલા કાઠિયાવાડી તેઓને ગાળો ભાંડતાં કે માર મારતાંયે ચૂક્તા નથી! એમનો કોણ બેલી થાય ? હું આશા રાખીશ કે જે પરિષદમાં હાજરી ભરશે તેઓ આ દોષથી મુક્ત રહેશે એટલું જ નહિ, પણ તે હરિજનસેવા કરવાની પ્રતિજ્ઞા લેશે.

કાર્યવાહકોને મારે સૂચવવું જોઈએ કે, જો મંડપના કોઈ પણ ભાગમાંથી હરિજનનો બહિષ્કાર થશે તો જ્યાં