આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૯૨ દ્વિરેફની વાત સમજ્યા હ। તાપણુ આ આગન્તુક તરફ વહેમ કે તિરસ્કાર ન કરશે! કારણકે—પણ આગળ વાંચે. એ જ શહેરનું એક નાનું સુધડ ઘર છે. તેના મેડાના નાના અભ્યાસખંડમાં, અને નીચેથી ઉપર ત્યાં સુધી જવાના ભાગમાં વીજળીના દીવાને પ્રકાશ છે. બાકી બધે અંધારું છે. એ ભ્યાસખંડમાં નાના ટેબલ પાસે ખુરશી ઉપર ગયા દશ્યના આગન્તુક અત્યન્ત ચિન્તાતુર બેઠા છે. તેણે ટાપી પહેરણ વગેરે પાસેની ખીંટીએ ઉતાર્યું છે અને તેની બેસવાની ઢબ ઉપરથી જણાય છે કે આ તેનું પેાતાનું જ ઘર છે. ઘર બધું શાન્ત છે, તે એકલા જ ધરમાં છે. ચિન્તાતુર ન દેખાવા માટે તે ક્રાઈવાર સામે ઉઘાડી પડેલી ચાપડી વાંચે છે, અને કાઈ કાઈ વાર કંઈ પણ કારણ સિવાય ખડિયામાં કલમ ખેલ્યા કરે છે. ઘેાડી વાર પછી નીચેથી માણસ ચડતું હોય B તેને અવાજ સંભળાય છે. પેલા પુરુષ વધારે એકધ્યાન અને ચિન્તાતુર બને છે. ચેાડી વારે તેના અભ્યાસખંડના બારણાની બહાર ધડ દઈને પેટ પડતું મેલ્યાને અવાજ સંભળાય છે અને તે પછી તરત જ જરા આડા રહેલા કમાડને જોરથી ધક્કો મારી એક પચીસેક વરસની સ્ત્રી ઘણી જ આવેશમાં એકવટાળિયાની મા દાખલ થાય છે. તે ખરેખર સુંદર અને પ્રભાવશીલ છે. આ બન્ને પતિપત્ની છે એમ તેમની વાતચીત અને રીતભાત ઉપરથી સમજાતાં વાર નહિ લાગે, જો કે મેની વચ્ચે શૃંગારચેષ્ટા થવાની નથી. મારી આખી વાર્તામાં શૃંગાર આવતા જ નથી ! બન્નેનાં નામે આગળ જાશે, અને ત્યાં સુધી બન્નેને સ્ત્રી અને પુરુષ તરીકે એળખવાથી વાર્તામાં કશે! વાંધે આવવાના નથી. સંસ્કૃત નાટકમાં નિયમ છે કે પાત્રનું નામ સૂચવ્યા વિના પાત્રને 71