આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહિલે ફેસાનેયાન વાર્તાવિનોદ મંડળ ૨૦૭ નવા જમાનાનાં છે તે તેમને જ પૂછીએ કે તેમને આવે આધાત પહેલાં તો લાગે ખરા કે હિ ? ધીરુબહેન તમારી વાર્તા ખાતર મારે એવી કલ્પના નથી કરવી. આપણે વાર્તા ઉપર અખતરા કરવા ભેગાં થયાં છીએ, વાર્તા ખાતર માણસ ઉપર નહિ ! ધનુભાઈ : એને એ જ અર્થ કે આઘાત લાગે જ. પણ એ આધાતનું સમાધાન કરી તેની સાચા દિલથી ક્ષમા આપવી એ નવા જમાનાની ઉદારતા. અને શાન્તા એટલા પ્રબળ અને વેગીલા મનની છે કે તે જેમ એકદમ આધાતથી ઉશ્કેરાય છે તેમ જ ખીજી બાજુ ગિરિજાનું સૌભાગ્ય સાચવવા ક્ષમા આપવા તત્પર થાય છે. અને ભેગાં જમવા બેસવું એ ખરી ક્ષમા આપી જૂને સંબંધ ચાલુ કર્યાનું મોટામાં મોટું પ્રતીક છે. જરા પણ મનમાં ગાંઠે રહી ગઈ હાય તા ત્રણેય એમ એસે નહિ. બહારના પ્રમીલા : ગાંડ રહી ગઈ છે કે નહિ તે માત્ર દેખાવને સવાલ નથી. મનના વલણાને સવાલ છે. નુભાઈ : માણસનું સમાધાન એ રીતે થાય છે: એક બુદ્ધિથી અને બીજું લાગણીથી. વસુમતીના દાખલાથી બુદ્ધિનું સમાધાન ત્રણેયનું થવું જોઈ એ. પણ મુદ્ધિનું સમાધાન વસન્ત- ભાઈએ કહ્યું તેવું તૂટેલી ઘેરીની ગાંઠ વાળવા જેવું છે. લાગણીનું સમાધાન ધાતુને રણવા જેવું છે, અને તે પણ વીજળાથી રણવા જેવું છે. એવું સમાધાન અહીં શાન્તા- ગિરિજાના પ્રેમથી અને દીપકે પૂર્વે કરેલ શાન્તાહિરભાઈ ઉપરના ઉપકારથી થાય છે. ધીરુબહેન પણ વસન્તભાઈ, અત્યાર સુધી તમે કેમ કાંઈ ખેલતા નથી. એમની વાર્તા ટીકાથી પર છે એમ તમે સ્વીકારવા માગેા છે.? 86