આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતા એક વિઠ્ઠલ મરાઠા કરતા. કણ જાણે કેમ, કંઈ પણ કારણ વિના, તે હમેશાં સુરદાસને એક બે વાર મળી જતેા, સુરદાસ પાસે પૈસા હાય કે ન હોય, પણ તે તેને જોઇતી ચીજ અને ખાવાનું પૂરું પાડતા. ‘ પુર સુરદાસ એક નાનું ડફ લઈ સાંજે ગાતા. તેના કંડ બહુ સારા નહેાતા પણ તે રીતસર તાલબદ્ધ ગાઈ શકતા અને ડક ઘણું સુંદર વગાડતા. પણ શહેરના લોકાને તેની કદર નહેાતી. એક વાર એક પરગામને પ્રસિદ્ધ સાક્ષર ત્યાં કોઈ સંસ્થાના ‘આરારા' નીચે ભાષણ આપવા આવેલા, તે અહીંથી પસાર થતાં આનું ગીત સાંભળી ત્યાં ઊભા રહેલા, અને તેથી, આપણા પ્રત્યય ’૧ના નિયમ પ્રમાણે, શહેરના લોકાને પણ લાગ્યું કે આ સાંભળવા જેવું છે. ત્યારથી સાંજે સાંજે સુરદાસ પાસે એક નાની મંડળી ભરાતી, આવતા જતા મજૂરા અને કાઈ સારા માણસા પણ તે સાંભળવા ઊભા રહેતા અને સુરદાસને એ પૈસા આપતા. હવે સુરદાસ પહેલાંની અપેક્ષાએ તેમ જ બીજા ખાવાએની અપેક્ષાએ પૈસાદાર થવા લાગ્યા. વિઠ્ઠલે ઉતરેલાં કપડાં વેચાતાં આણી આપ્યાં અને સુરદાસ ભિખારીમાંથી કંઇક સભ્ય ગાવાવાળા ગણાવા લાગ્યા. કેટલાક દિવસથી શહેરમાં એક પરદેશી સારંગીવાળા આવ્યા હતા. તે દેખાવમાં પણ ફક્કડ હતા. માથે એક જૂતા રેશમી ફૅટા, રાજાએ ખાંધે છે તેવી રીતે તે બાંધતા, ઉત્તર હિંદમાં પહેરે છે તેવા એક લાંખે અચખન જેવા ડગલા પહેરતા અને દુકાને કરી કરીને ગાઈ ને પોતાના નિર્વાહ કરતા. એક દિવસ કરતાં કરતાં તે આ ધર્મશાળામાં આવી ચડયે અને તેણે આ સુરદાસને ડક્ બજાવતા અને ગાતા સાંભળ્યા. 92 ૧. ખીજા પર વિશ્વાસ. ખાતે કહે ત્યારે જ સૂઝે, પાતાની મેળે ન સૂઝે એ. 17