આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 

દેખાય? અને એ સૂક્ષ્મ દેહ દેખાય એટલે એણે પણ સ્થૂલ દેહને ફેંકવો જ રહ્યો. બન્ને સૂક્ષ્મદેહી ન બને ત્યાં સુધી ભેટાય શી રીતે ?

જગત ભલે એને મૃત્યુ કહે. હું તો એને સુંદર, અદ્ભુત સંયોગ કહીશ. ગ્રામ્ય પ્રેમીઓ પણ એ પામી શકે.

જીવન ભોગવવું એ સ્થૂલ દેહ વગર ન જ બની શકે? ચંદ્ર લોક સરખી અમૃત વરસતી કોઈ ભૂમિ–કે ભૂમિકા–નહિ હોય જ્યાં દેહવિલય પામેલાં પ્રેમીઓ અનંતકાળનું આલિંગન પામી એક બની જાય ?

પૃથ્વી ઉપરના જવાલામુખી ચંદ્રલોકમાં ટાઢા પડ્યા. હૃદયના જ્વાલામુખી ટાઢા પાડવા કશી અદ્દભુત યોજના હોવી જ જોઈએ, નહિ?