આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(દંડી) દેખું તેજ કાંઈ, પણ, ના રૂપરંગ, શું જગતના ભ્રમણનું કેન્દ્ર બદલાયું કે મારા પોતાના ચક્રનું કેન્દ્ર બદલાયું છે? [લેખા નીકળીને પાસે આવે છે.] | |
લેખા : | કુંવારીબા ! તમે આવા વિચાર કરો છો તે મને બીક લાગે છે. |
વીણાવતી : | કેવા વિચાર ? |
લેખા : | તમે બોલતાં હતાં તેવા. તમારે માટે મને ચિન્તા થવા માંડી છે, તેથી, મેં બારણાં પાછળ રહીને સાંભળ્યું. |
વીણાવતી : | મારે માટે શી બાબતને ચિન્તા થવા માંડી છે ? |
લેખા : | તે દિવસે હોડી ડૂબ્યા પછી પેલા કોઈ પુરુષે તમને પાણીમાંથી કાઢ્યાં ત્યારથી તમે બદલાઈ ગયેલાં છો. |
વીણાવતી : | મૃત્યુના આંગણામાં જઈને પાછી આવી તે એની એ ક્યાંથી રહું ? |
લેખા : | એ પુરુષનું તમને કાંઈ સ્મરણ રહ્યું છે ? |
વીણાવતી : | જેણે જીવિતદાન આપ્યું તેનું વિસ્મરણ શી રીતે થાય? |
લેખા : | સ્મરણ સાથે કાંઈ લાગણી મિશ્રિત થઈ છે ? |
વીણાવતી : | થઈ હોય તો શું ? |
લેખા : | માત્ર ઉપકારની કે તેથી વિશેષ ? |
અંક છઠ્ઠો
૧૩૩