આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રણસંગ્રામ જામ્યો છે, અને તે માટે આપની અએ શ્રીમતી સાવિત્રીદેવીની સહાયતા માગવા આવ્યો છું. | |
સાવિત્રી : | આપ જરા સ્વસ્થ થાઓ. આ બોરસલ્લીના થાળ ઉપર સહુ બેસીએ.
[ત્રણે જણાં થાળ ઉપર બેસે છે.] |
કલ્યાણકામ : | હવે કહો અનેક શત્રુઓનાં હ્રાદય વિદારણ કરનારના હ્રદયને વ્યથા કરનાર કોણ છે ? |
પુષ્પસેન : | કોઈ શત્રુ નથી. મારી પ્રિયતમ પુત્રી છે. |
સાવિત્રી : | કમલાને શો અપરાધ થયો છે ? એની માતાના સ્વર્ગવાસ પછી આપના ઘરનો ભાર એણે ઉપાડી લીધો છે. અને, એની સુશીલતાએ આપના હ્રદયને ટકાવી રાખ્યું છે. |
પુષ્પસેન : | તે જ એનો દુરાગ્રહ મને વિશેષ દુઃખિત કરે છે, એને માટે યોગ્ય વરની શોધમાં છું, તે મેં આપને કહ્યું હતું. પરંતુ હમણાં બે દિવસથી દુર્ગેશ સાથે લગ્ન કરવાની હઠ લઈ બેઠી છે. |
કલ્યાણકામ : | દુર્ગેશ સાથે ?
{{ps2|પુષ્પસેન : (અનુષ્ટુપ) રોષથી હું તો સજ્જ છેદવા શીર્ષ જેહનું, |
સાવિત્રી : | દુર્ગેશ તરફ એનું ચિત્ત શી રીતે આકર્ષાયું ? |
પુષ્પસેન : | દુરગેશને એણે એક જ વાર જોયો છે, અને તે મારે ઘેર અને મારી સમક્ષ. દુર્ગેશ મને મળાવા આવ્યો હતો. એની મુખમુદ્રા અને એની છટા મને પણ રુચિકર લાગેલાં, પરંતુ કમલા તત્કાળ મોહિત કેમ થઈ ગઈ એ મને અગમ્ય લાગે છે. |
સાવિત્રી : | એ વસ્તુ દુનિયામાં કોઈને પણ સુગમ થઈ છે? |
૫૨
રાઈનો પર્વત