આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૃથ્વીકુંજ
૮૭
તારા સરલ સુહૃદ ટહુકાર રે, મારી કોયલ બહેનાં,
અમ હૈયે શેં મદ-અંધાર રે મારી કોયલ બહેનાં ?
ભૂતભાવિ ભરે જન ચંચ રે મારી કોયલ બહેનાં,
પણ શાંતિ ન પામે રંચ રે મારી કોયલ બહેનાં ! ૯
દેશે તુજ ઉરનો ઉલ્લાસ કે, મારી કોયલ બહેનાં?
કહેશે ક્યાં અમ છે સુખવાસ કે મારી કોયલ બહેનાં ?
ઉર ભર તુજ સ્નેહ અમોલ રે મારી કોયલ બહેનાં !
મીઠી કોયલડી ! મધુ બોલ રે મારી કોયલ બહેનાં ! ૧૦