આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૪૬


લીલી અને સૂકી એવી બબ્બે ભાદર નદીએાનાં નીર જ્યાંથી પહેલવહેલાં વહેવા માંડે છે, તે દેવતાઈ જગ્યા ઉપર હજુયે આટકોટ નગર ઊભું છે. પણ આઠ કોટ તો માટી ભેળા મળ્યા છે – બખ્તર કાઢી નાખીને કોઈ ક્ષત્રી કેમ જાણે નદીને નિર્જન કાંઠે ઊભે ઊભે પોતાની આગલી જાહોજ્લાલી યાદ કરતો હોય !

કાંધે ગંગાજળની કાવડ ઉપાડીને રાજ-બીજ બે ભાઇઓ ભગવે લૂગડે દ્વારકા જાય છે. આટકોટના પાદરમાં ઉતારો પડ્યો છે. આંહીં એક ટકોરો વાગે ને એનો રણકાર જેમ આઘે આઘે પથરાઈ જાય, તેવી રીતે બીજકુમારની કીર્તિ એટલા વખતમાં તો ચારણોએ અનેક રજવાડાંમાં પહોંચાડી દીધી હતી : જેને જેને ખેાટીલાં ઘેાડાં હતાં તે તમામ એ અશ્વ-પરીક્ષકની તપાસ કરાવતાં.

લાખા ફુલાણીને જાણ થઈ. પાંખપસર નામના પોતાના ઘોડાને બતાવવા લાવ્યા. પાંખોવાળા પંખીને વેગે ચાલનાર એ માનીતો ઘોડો કોણ જાણે શા કારણે એક પગ ઊંચો રાખતો હતો. ઓસડ બહુ કર્યાં હતાં તોય ઘોડો પગ માંડતો નહિ.

આંધળા બીજે ઘોડાની આખી કાયા ઉપર હાથ ફેરવી જોયો. એણે કહ્યું : “લડાઈનો ડંકો દેવરાવો. નોબતો ગડેડાવો. રણશિંગાનો શોર મચાવો. આખા લશ્કરને સજ્જ કરી બહાર કાઢો. હોકારા-પડકારા કરીને દિશાઓ ગજાવી મૂકો.”

'રડી બાંબ! રડી બાંબ!' લડાઈના ડંકા વાગ્યા. નેજા ચડ્યા. નોબતે ઘાવ દેવાણા. તૂરી-ભેરી વગડી. આકાશ ધૂંધળો થયેા. લશ્કર નીકળ્યું. ઘોડાની હણહણાટી ને આદમીઓના હાકલા-પડકારા: એ શોરબકોર સાંભળતાં તો ત્રણ પગે ઊભેલા ઘોડાએ ઝડાફ દઈને ચોથો પગ નીચે