આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭

હજાર વર્ષ પૂર્વે

મૂક્યો, હણહણાટી દીધી, ખીલો કઢાવી નાખવા ઝોંટ મારી.

બીજે ચોથો પગ ઝાલી લીધો. તેલ-દવાનાં મર્દન કર્યાં. ઘોડાની ખેાટ ટળી. માણસો મોંમાં આંગળાં ઘાલી ગયાં.

“રાવ લાખા !” અંધ બીજ બોલ્યા : “આમાં બીજો ઇલમ નહોતો. ઘોડાને સ્વપ્ન-ઘા થયેા હતેા: લડાઈનું એને સ્વપ્નું આવેલું કે લડતાં લડતાં જાણે પોતાનો પગ ઘવાણો છે! એટલી ભ્રાંતિ થવાથી એ નીચે પગ નહોતો માંડતો.”

લાખો કહે: “ દેવતાઈ પુરુષ ! મારી બહેન રાંયાજીનું પાણિગ્રહણ કરો.”

બીજ બેાલ્યા: “બાપા લાખા રાવ ! મારી વિદ્યાને કોઈનું શેાક્યપણું ન પાલવે. મરજી વધતી હોય તો રાજને જમાઈ કરો.”

ઊઘડતા ગુલાબ જેવો રાજ શોભતો હતો. એની વિદ્યા એક જ હતી ને તે મસ્તકમાં નહોતી, ભુજામાં હતી. એ જ્યારે માથું હલાવતો ત્યારે સાવજ જાણે પોતાની કેશવાળી ખંખેરતો હોય એવો પ્રતાપી દેખાતો. લાખાની બહેન બીજા કોને પરણી શકે ? વેલડી આંબાને વીંટાય, તેમ રાંયાજી રાજને પરણી.

આંધળો બીજ ખંભે કાવડ ધરીને રસાલા સાથે દ્વારકા ચાલ્યો ગયો છે; રાજ આટકોટમાં જ રહ્યો છે. રાંયાજીને એાધાન રહ્યું છે. રાતદિવસ ગર્ભ ખીલતો જાય છે – સુભદ્રાના પેટમાં જાણે અભિમન્યુ !

કાળ આવવો છે ને ! એક દિવસ સાળો-બનેવી સોગઠાંની રમત માંડે છે. સામસામાં પઘડાં પાકે છે, કાંકરીઓ ઢિબાય છે, અને ગોઠણભર થઈથઈ ને બેય જણા પાસા ફેંકે છે. લાખાની એક જ સોગઠી રહી. એ સોગઠીને