આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૪૮

પાકીને ઘરમાં જવાની વાર નહોતી, ત્યાં રાજે દાણિયા નાખ્યા. લાખાની સેાગડી ઊડી. “મારા સાળાની ! ક્યારની સંતાપતી'તી' કહીને રાજે સોગઠી પર સોગઠી મારી; એક ઘાએ ભાંગીને ભૂકા કર્યો. આંગળીમાંથી લેાહીના ત્રસકા ટપક્યા.

“સોલંકી !" લાખાની આંખ બદલી : “મોં સાંભળજો, હો ! ”

“નહિ તો?”

“બીજું શું ? માથું ધૂળ ચાટે ! શું કરું ? મારી બહેનનો ચૂડો આડો આવે છે.”

“લાખા ! તારું અન્ન મારા દાંતમાં છે. આજ મને ભાન થયું કે હું તારો અતિથિ નથી, પણ આશ્રિત છું. બસ, આજથી મારું અંજળ ખૂટ્યું.” એટલું કહીને રાજ ઊઠી ગયો. ભાદરનું પાણી ગૌમેટ કર્યું. રાણીને કહ્યું : “તમારે પૂરા મહિના છે. પ્રસવ સુધી રહેજો. હું જાઉં છું અણહિલપુર, મૂળરાજ પાસે.”

રિસાઈને રાજ ચાલ્યો. સોરઠનાં ઝાડવાં લળીલળીને જાણે એને મનાવતાં હતાં. નદીઓ જાણે આડી પડીપડીને. આંસુથી એના પગ ભીંજાવતી ભીંજાવતી કહેતી હતી : “રાજ ! રોકાઓ, મનાઓ !”

લાખો પસ્તાયો. બહેનનું મોં એનાથી નહોતું જોવાતું. રાજને ઘણાં કહેણ-કાલાવાલા મોકલ્યાં, પણ રાજ આવે નહિ. ચાર આંખો ભેળી થાય તો તો ચરણે પડીનેય મનાવી. લઉં. પણ એવો મોકો શી રીતે મળે ?

લાખો પાટણ પર ચડ્યો. સરસ્વતીના હરિયાળા કાંઠા ઉપરથી ગામની ગાયો વાળી. રાજને જાણ થઈ કે લાખો ફુલાણી પાટણ લૂંટી જાય છે. રાજનાં રૂવાડાં બેઠાં થઈ ગયાં. મૂછોની અણીઓ આંખ સુધી ખૂંચી ગઇ; જૂનો