આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩

હજાર વર્ષ પૂર્વે


યાદ દાખજે – સોમવાર, શિવાલય, સાંજરે !”

એટલું બોલીને રાખાઈશે ઘેાડી વાળી. અંધારામાં એના ડાબલા ગાજી રહ્યા. કોઈએ કોઈ નું મોં પણ જોયું નહિ. ચાર આંખો ન મળી. ફક્ત અવાજે અવાજ ભેટ્યા: “ઊભો રહે ભાઈ!” એવો સાદ કરતો મૂળરાજ અટારીમાં થંભી રહ્યો.

“વાહ મારા ફરજંદ ! વાહ સેાલંકી ! રંગ તારા શામધરમને ! ને રંગ તારા પુત્રધરમને !”

પ્રાગડના દોરા ફૂટે તે પહેલાં તો રાખાઈશ આટકોટના ગઢમાં દાખલ થઈ ગયો. ખાસદારે ઊનું પાણી તૈયાર રાખેલું. ઘોડીને નવરાવી માલેશ કરી : જાણે એક ગાઉનીયે મજલ ન કરી હોય તેવી તાજી ફૂલમાળ બની રહી.

લાખાનો રિવાજ હતો કે રોજ સવારે આવીને પોતાનાં ઘોડાંના શરીરે હાથ ફેરવવો. એ આવ્યો. ફૂલમાળ ઉપર હાથ ફેરવવા લાગ્યો. કાંઈ ફરક ન લાગ્યો. ત્યાં લાખાની નજર ઘોડીના કાનમાં ગઈ, એણે કાનમાં આંગળી ફેરવી. આંગળી ઉપર માટી બેઠી. ડોળા કાઢીને એણે પૂછ્યું : “ખાસદાર! ફૂલમાળ કાલે રાત્રે ક્યાં ગઈ હતી ?”

"ક્યાંય નહિ, બાપુ ! તમારી આજ્ઞા જાણું છું."

“ખેાટું ! આ ધૂળ જોઈ? આ ધૂળ સોરઠની નો'ય. બોલ, કોણ ચડેલું ?”

ખાસદાર થંભી ગયો.

"કોણ, ભાણાભાઇ?"

ચાકરે ડોકું ધુણાવ્યું.

“હં ! સમજાણું !” લાખાની બેય ભમર ખેંચાઈને ભેળી થઈ.

આજે સોમવાર છે. મામા શિવાલયે જાય છે. સાથે