ઘોડાંની પરીક્ષા
હાલો પાછા.”
“ના આપા ! એમ તો ઘેાડી ફાટી જ પડે ને ! હવે તો પોરો ખાઈએ.”
આપાએ પોતાની ડાબલીમાંથી એક રૂપિયો કાઢીને બાવાને આપ્યો. કહ્યું : “બાવાજી, ભણેં આપડા સારુ સુખડી અને ઘોડિયું સારુ રજકો લઈ આવ્ય.”
લીંબડીને પાદર ઝાડની છાંયડીમાં ચારે જણાંએ તડકા ગાળ્યા; ધરાઈને ખાધું-પીધું. રોંઢાટાણું થયું એટલે આપાએ કહ્યું : “ભણેં બાવાજી, હવે ઊઠ્ય, તાળી પંખણીને સાબદી કરું લે, હુંય માળી ટારડીનો તંગ તાણું લઉં. હાલ્ય, હવે ઘર દીમની ઘોડિયું વે'તી મૂકીએ, એટલે કોઠીના પાદરમાં પારખું થઉં રે'શે.”
બેય જણા અસવાર થયા. આપો કહે : “ભણેં બાવાજી, લીંબડીની બજાર બહુ વખાણમાં છે. હાલ્ય, ગામ સોંસરવા થઈને જોતાં જાયેં. ”
બરાબર ચોકમાં કાપડની એક મોટી દુકાન છે. દુકાનમાં એક છોકરો બેઠો છે, ગળામાં બેએક હજારનું ઘરેણું ઝૂલી રહ્યું છે, કપાળમાં મોટો ચાંલ્લો છે. મેલાં, પીળા ડાઘવાળાં લૂગડાં પહેરેલાં છે.
આપા લૂણાએ બરાબર એ દુકાનના થડમાં ઘેાડી ઊભી રાખીને છોકરાને પૂછ્યું : “શેઠ, પછેડી છે કે ? ”
શેઠ એવો ઈલકાબ મળવાથી મોઢું ભારેખમ કરી નાખીને છોકરાએ પછેડીઓ કાઢી. આપાએ ઘોડી પર બેઠાં બેઠાં પછેડી પસંદ કરી અને એની કિંમત રૂપિયા બે ફગાવીને આપાએ કહ્યું : “આ લે, કાગળમાં વીંટુને પછેડી લાવ્ય.”
પછેડી કાગળમાં વીંટીને એ છોકરો પોતાની દુકાનના ઉંબરા ઉપર ઊભો થયો, અને આપાની સામે જેવો એણે