આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩
મીઠા હતા ને આજ ઘેરા દીસે તે
કાલે કલ્યાણ કરનારા રે લોલ :
એ રે સંસારના સૂરથી, રસિકડાં !
ફળજો આ દેહના ઈજારા રે લોલ !૭
હૈયાના હોજ આ હેલે ચઢ્યા હો !
રેલે છે આત્મના ઓવારા રે લોલ :
આવો, આવો, રસઆંગણ, રસિકડાં !
ઝીલજો સંદેશ અહિં ન્યારા રે લોલ !૮