આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૭


ચંદ્ર મધ્યાકાશમાંથી પશ્ચિમ દિશા ભણી ઉતરવા લાગ્યો ત્યાં સુધી તેનો પ્રકાશ સરસ્વતીચંદ્ર ઉપર પડતો હતો તે હવે માત્ર એના મુખ વિના બીજા ભાગ પરથી ક્રમે કરી બંધ થયો. ચંદ્ર વસન્તગુફાથી ઢંકાયો અને સૌમનસ્યગુફામાં અંધકાર વ્યાપ્યો. છેક તળીયાને ભાગે સાધુઓ ગાઢ અસ્વપ્ન નિદ્રામાં પડ્યા હતા અને ઉપલે માળે સરસ્વતીચંદ્ર અને કુમુદ ઉંડી પણ સ્વપ્નભરી એકાન્ત નિદ્રામાં હતાં. ગુફાબ્હાર શાંત અને ધીરા પવનના સર્વ પારદર્શક ભાગમાં ચંદ્રિકા ઉતરી પડી હતી અને ઝાકળ સર્વ સ્થાનોના બ્હારની સપાટી ઉપર શીતળતા ભરતું હતું. સૌમનસ્યગુફાના આ અંધારા ખંડમાં આ પ્રસંગે સર્વ વસ્તુ દેખાતી બંધ થઈ અને અંધકારની ઘાડી છાયાને જોવાને કે જોઈને બ્હીવાને હવે કોઈ રહ્યું નહી.

સરસ્વતીચંદ્ર આ વેળાએ પોતાના સ્વપ્નમાં આ ગુફાની બહારના ઝરાઓની એક પાસની પાળ ઉપર થઈને ચાલતો હતો અને કુમુદસુંદરી પણ એની પાછળ પાછળ બોલ્યા ચાલ્યા વિના ચાલતી હતી. તે પોતાની પાછળ છે કે નહી એ વાત સરસ્વતીચંદ્રના ધ્યાનમાં હોય એવું અનુમાન કરવાનું ચિન્હ ન હતું; માત્ર તે એટલે ધીમે પગલે ચાલતો હતો કે કુમુદ થાકે નહીં એવા વિચારથી જ આમ ચાલતો હોય એવું અનુમાન થઈ શકે એમ હતું. હવે આપણે નામ દેઈશું તે આ સ્વપ્નમાંના જીવોનું ગણવું અને સર્વ સૃષ્ટિ પણ સ્વપ્નની જ ગણવી.

ઝરાના પાણીમાં ચંદ્રિકા પ્રસરતી હતી અને તેની સાથે આ પાળ ઉપર ચાલનારાંનાં પ્રતિબિમ્બનું જોડું પણ તેમાં પડતું હતું અને તેમની જોડે જોડે ચાલતું હતું. આમ ઘણીવાર ચાલ્યાં ને અંતે એક કીલ્લા જેવી ભીંત જણાઈ તેની વચ્ચે મ્હોટું ઉંચું ગોપુર[૧] હતું તેમાં થઈને બે જણ બહાર નીકળ્યાં. ત્યાં એક મ્હોટા ચોગાનમાં આવી ઉભાં રહ્યાં. ચારે પાસ અંધકારના સ્તંભ જેવાં વૃક્ષ ઉભાં હતાં અને પાંદડાંના ખડખડાટથી તેમાં પવનની ગતિ જણાતી હતી. પૂર્ણ ચંદ્રનું બિમ્બ માથે આવ્યું તે ઉંચાં મુખ કરી બે જણે જોયું ત્યાં એ ચંદ્રની નીચે થઈને એક રૂપેરી વાદળી સરવા લાગી ને ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો. પાછું પૃથ્વી ઉપર જુવે તે પ્હેલાં તો વાદળીમાંથી ફુલના ગોટા જેવો કંઈક પદાર્થ નીચે સરી પડતો લાગ્યો.

આ રુપાનાં ફુલના જેવો ગોટો જેમ જેમ નીચે ઉતરતો ગયો તેમ તેમ


  1. ૧. નગરનો દરવાજો.