________________
2019/4/28 ૮૪૨ સુદર્શન ગદ્યાવલિ, તેમ રા. ગણપતરામ રાજારામના ગ્રંથ પણ ઠીક ઠીક સારા છે; આ. રા. દેવશંકરનો ગ્રંથ પણ એ બંનેના ભેગો ગણવા જેવું નથી તેમ નથી. પણ એ બધાએ ગ્રંથ હિંદુસ્તાનના હંટરકૃત ના ઇતિહાસ, તથા પ્રાર્થના સમાજના ધરણના સુધારે, એટલા વિચારની પાર જઈ શકતાજ નથી; એ તેમના બનાવનારની કેળવણીનું ફળ છે. એવી કેળવણી પામેલાઓને અમે લેશ પણ અનાદર કરતા નથી. ઉલટા તેમના આવા પણ પ્રયાસથી બહુ પ્રસન્ન છીએ; છતાં એટલું જણાવવાનેજ આ વાત સ્પષ્ટ કરી છે, કે આપણા દેશમાં કેળવણીના આપનારા તો આ કહ્યા તે મહેતાજીજ છે ત્યારે આપણી દેશી કેળવણી કયાંથી ઉત્તમોત્તમ પંક્તિએ પહોચે ? ને આપણા લેખક વર્ગ પણુ કયાંથી ગુણગ્રાહકો મેળવી ઉત્તેજિત થાય ? અર્થત અમે એટલું જ સૂચવવા માગીએ છીએ કે એ ટ્રેનિંગકેલેજોની કેળવણીમાંજ સમુલ ફેરફાર કરવાની આવશ્યક્તા છે, અને ખરી વિસ્તારવાળી સજીવ કેળવણી હાલની સાંકડી અને એક તરફી કેળવણીને બદલે અપાવાની જરૂર છે. એનીજ સાથે યુનિવર્સિટીએ પણ એ કેળવણી જોડે પિતાને સંબંધ સ્થાપી તેના પ્રવાહ ઠેઠ સુધી ઉછળતા રાખી વધારવાની જરૂર છે. એમ થશે ત્યારે વીરા ધીરાની વાતોને બદલે અસ્તોદય, કરણ ઘેલા, સરસ્વતીચંદ્ર, સન્યાસી, કુસુમમાલા કે. કાન્તા તમે જોઈ શકશે, કાદંબરી, ઉત્તરરામ, કે શકુન્તલાને અનુભવી શકશો; બાકી વનરાજ ચાવડે, ને વીરા ધીરાની વાત, કે પ્રતા૫ટેક નાટક ને છેવટ કાંઈ નહિ તે દીલપસંદ ગાયન વાંચીનેજ દિવસ ગાળવાના રહેશે. * આ એક રૂપે વીરા ધીરાને આપણે જોયા. એ વીરા ધીરા પણ છે. ત્રણ અવતારી એટલે હવે બીજો અવતાર જોઈએ. એ વાત રાજકીય રૂપક જેવી છે. જે પડદાથી વસ્તુસ્થિતિને ઢાંકી, રૂપાંતરે બતાવવાનો પ્રયાસ કર્યો છે તે પડદો બહુજ પાતળા છે, એટલે સમજ પડવી મુશ્કેલ નથી. લખનારે હિંદુઓની મૂલસ્થિતિ વર્ણવી છે, મુસલમાનોનો સમય અકબરની ઉદારતા તથા શિવાજીની કીર્તિ સહિત બતાવ્યો છે, ને ઇગ્લિશ રાજ્યનો સમય લાવી પછી રુશિયન સાથે લડાઈ કરાવી,. ફતેહમંદી જણાવી, રાણીના પાટવી કુમાર અને કઈ દેશી રાજાની દીકરીનાં લગ્નમાંથી થયેલા પુત્રને હિંદુસ્તાનનું રાજ્ય સ્વતંત્રપણે સયું છે. ભૂતકાલનું વર્ણન બહુજ ખામી ભરેલું છે, ને પ્રાચીન હિંદુસ્તાનની લખનારને ઝાઝી માહીતી ન હોય એમ સ્પષ્ટ જણાય છે; પણ તેમાં તે પોતે જવાબદાર નથી, તેની કેળવણી-રા. મહીપતરામના ભરત ખંડના ઈતિહાસ-જવાબદાર છે. ભવિષ્યકાળનો તેણે જે વરતારો બેસાડ્યા છે તેમાં તેણે આને પણી ચાલુ રાજકીય હિલચાલના સારા સમાવેશ કર્યો છે. અલબત મત ભેદ થવા જેવા એ વિષય છે, પણ આ દેશમાં અંગ્રેજી સત્તાને અધીન, પણ અહીંનાજ વતની, કોઈ દેશી રાજા મુખ્ય થાય ને તેને દેશી સમાજકોગ્રેસ-રાજકાજમાં મદદ કરે, એ વિચાર અમે ધારીએ છીએ કે આપણા રાજકીય અગ્રેસરને શ્યતા નહિ આવે એમ નથી; ને તેથી ગ્રંથકારે ઠીક બુદ્ધિ ચલાવી છે એમ કહેવામાં બાધ પણ નથી. એટલું તો નક્કી જ છે કે આ લખનારે પિતાને જે જ્ઞાન છે તેટલાને બને તેટલા સારામાં સારો ઉપયોગ કરી સાર ગ્રંથ ઉપજાવ્યા છે, ને વિચાર પણ ઠીક ચલાવ્યા છે. હવે વીરા ધીરાનો ત્રીજો અવતાર તપાસીએ; એ ગ્રંથનું કાવ્યત્વ કેટલું છે તેને હીસાબ જોઈએ. એક કાવ્ય ગ્રંથ તરીકે એ પ્રયત્ન તદ્દન નિષ્ફલછે. રાજકીય વિષયને અવલંબી જે વરતુ સંકલના કરી છે તે અરસિક, લાંબાં અને અપ્રાસંગિક વર્ણનથી કરી કંટાળા ભરેલી તથા અસંગત છે. વીરા ધીરા એ બે Gandhi Hari Feritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50