આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
ભાવીજીવનનો ઉષ:કાલ અને મઠમાં જ્ઞાનાનંદ.


પાછળથી ઉઘાડા કરીને સમજાવતો. આખરે સર્વ વિરોધી સિદ્ધાંતોની યોગ્ય એકવાક્યતા કરે એવું એકાદ ગીતાનું કે ઉપનિષદનું કે શ્રીરામકૃષ્ણનું વચન તે બોલતો અને વાતનો છેડો આવતો. પછી સર્વે ગુરૂ - ગીતા, મોહમુદ્‌ગર કે શ્રીકૃષ્ણ લીલામાંથી કંઈક કંઈક ગાતા અને તન્મય બની રહેતા. રામકૃષ્ણમઠમાં આવી લીલા થઈ રહી હતી, તે આનંદમય દિવસો આ પ્રમાણે ગળાતા હતા.

ઘણીક વખત સવારમાં સંકીર્તન શરૂ થતું અને તે સાંજ સુધી ચાલતું. દરેક જણ ખાવા પીવાનું ભુલી જતું. ઈશ્વરનાં દર્શન કરવાની તીવ્રેચ્છા સર્વના મનમાં વ્યાપી રહી હતી. આ દિવસોનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદ કહેતા કે “અમે આવતી કાલનો કદી વિચાર કર્યો નથી. એવા પણ દિવસો અમે ગાળ્યા છે કે જ્યારે અમારી પાસે કંઈપણ ખાવાનું હતું નહીં. (બંગાળામાં રાંધેલું અન્ન ભિક્ષામાં નહિ આપતા હોવાથી) કોઈવાર ચોખા ભિક્ષામાં મળ્યા હોય તો મીઠું હોય નહીં; તો કદી ભાત અને મીઠું જ ખાવાનું હોય ! ગમે તેમ થાય તેની અમને દરકાર પણ હતી નહીં. ધ્યાનાદિ સાધનો સાધવામાંજ અમારૂં ચિત્ત લાગી રહ્યું હતું. અમે ગાળેલા તે દિવસો; અરે, અમારું અન્ન વસ્ત્રનું કષ્ટ જોઈને રાક્ષસો પણ ત્રાસી જાય !”

વિવેકાનંદના એક શિષ્ય સદાનંદ તે દિવસો વિષે લખે છે કે “તે દિવસોમાં વિવેકાનંદ લગભગ ચોવીસે કલાક કામ કરતા. સવારમાં વહેલા અંધારું હોય તે વખતે તે ઉઠતા અને સર્વને બુમ પાડીને કહેતા કે “ જાગો, ઉઠો, જેને દિવ્યામૃતનું પાન કરવું હોય તે આ અમૃત ચોઘડીએ ઉઠો.” મધ્યરાત્રિ અથવા તેથી પણ મોડી રાત્રિ સુધી તે અને બીજા સાધુઓ મઠના છાપરા ઉપર બેશી ભજન ગાયા કરતા અને તેમાં તેમનો મધુર સ્વર સૌથી આગળ પડતો સંભળાયાજ