આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૮૬
 

ef વાર્તાનું શાસ્ત્ર-૧ હાથે ળિયાં અને પગે તોડાકડલી તથા તે ઉપર બેડી નકોર સોનાનાં પેરાવતાં. કાલ્ય પ્રાતઃકાળે શું થાય એનો વિશ્વાસ નહિ એવું વિચારીને પિતાએ ટીડો બાળક હતો ત્યાં જ એને સારે ઘેર પરણાવીને લાવો લઈ લીધો; અને બન્યું પણ એમજ કે કુલવધૂનાં કુંકુમ પગલા ઘરમાં નહોતાં થયા ત્યાં તો વૃદ્ધ બ્રાહ્મણે દેહત્યાગ કર્યો. પિતાની વર્ષી વાળ્યા પછી માતાયે ટીડાને, વહુનું આણું વાળવા સાસરે જાવા આજ્ઞા કરી. ટીડો સાબદો થયો, અને દિશાશૂળ, વારશૂળ, યોગિની ઈ.ઈ. વિઘ્ન ન કરે એવી તિથિયે ખાંધે ખડિયો નાખીને પ્રયાણ કર્યું. માતાએ પુત્રને લલાટે ચાંદલો કર્યો, દુઃખડાં લીધાં, સાવધાન રેવાનો બોધ કર્યો અને હાથમાં કોરી આપીને કહ્યું કે, 'ભૂખ્યો થા એટલે આ કોરી ભાંગીને ખાજે.’ શકુન સારાં થયાં; કુમારિકા અને ગાયમાતા સામાં મળ્યાં, અને ટીડાની સફળ યાત્રા વિષયે માતાના મનમાં જરાતરા સંદેહ હતો તે ભાંગ્યો. ટીડાને હાલતાં હાલતાં મધ્યાહ્ન થયો અને વીસામો ખાવાનું મન થયું. ત્યાં એક મોટી વાવ્ય આવી. વાવ્ય પાસે એક પ્રચંડ વડ હતો, તેના થડને ફરતો ઓટલો બાંધેલ હતો. વિશાળ છાયા નીચે વણજારાની પોઠય પોરો ખાતી હતી. તેઓયે ટીડાને નોતર્યો. ટીડો ત્યાં રોકાણો, અને જઠરવાસી અગ્નિદેવતાને સંતોષવા ધારે છે ત્યાં માતાના છેલ્લા શબ્દ સ્મરણમાં આવ્યા. ગૂંજામાંથી કોરી કાઢી, કાળમીન પાણકો ગોત્યો ને શિલા ઉપર કોરી ભાંગવા બેઠો. વણજારા વિસ્મય પામતા પૂછે છે કે 'આ તે તેં શું આદર્યુ ?’ ટીડો કહે, 'મારી માયે કહ્યું છે કે ક્ષુધા લાગે એટલે કોરી ભાંગીને ખાજે.' વણજારાએ ઉત્તર દીધો, 'તારી માયે તો ઠીક કહ્યું પણ તું સમજ્યો નહિ. કોરી ભાંગીને ખાવી એટલે કોરીની કાંઈ વસત લઈને ખાવી. કોરી તારા પાસે ભલે રહી, '