આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૧૯
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? બૈરાં બહુ કરીને સ્વભાવે બીકણ હોય છે. ચોરનું નામ સાંભળીને જે ડરી મરે, તે ચોરની પાછળ ધાવાની હિમ્મત કેમ કરી શકે ? "હિમ્મતે મરદા, તો મદદે ખુદા” આવી ચઢે. બાળસદ્બોધ વાર્તાશતકમાંથી અહીં એક બીજો નમૂનો વાંચનાર પાસે મૂકું છું. ૧૧૯ ખૂંટ* અમુલખ નામનો એક પાટીદાર હતો. તે એક સુશોભિત બંગલામાં રહેતો હતો. બંગલાની આસપાસ બગીચો બનાવ્યો હતો; અને તેની અંદર તરેહ તરેહનાં ફળનાં ઝાડ રોપ્યાં હતાં. અમુલખ બહુ લુચ્ચો માણસ હતો. તેણે પોતાના પાડોશીનું બીડ પોતાના બંગલા પાસે આવેલું હતું, તેમાંની જમીન પોતાના બગીચામાં દબાવી લેવા સારૂં, જે ખૂંટ હતું તે રાત્રે ચોરીથી ઘણે છેટે સુધી ખસેડી નાંખ્યું. આ પછી કેટલાક દિવસ વિત્યા કેડે, અમુલખ એક ઝાડ ૫૨ નીસરણી ટેકવીને કમર પર તોડવા ચઢયો. દૈવ જોગે નીસરણી લપસી ગઈ, અને અમુલખ પીઠભેર જે ખૂંટ તેણે ખસેડયું હતું, તે પર પડયો; અને તેની ગરદન તૂટી ગઈ. જો તેણે એ ખૂંટ નહિ ખસેડયું હોત, તો તે ખાસાં નરમ ઘાસમાં પડત, અને તેથી તેને ઘણું જ થોડું વાગત. પણ ઈશ્વર અહિંઆનો અહિંઆં જ છે. પોતે નિશાનનો પથ્થર દગાથી ખેસડયો. તે જ પથ્થરથી પોતાની ગરદન તૂટી ને કેટલાક મહિના સુધી ખાટલો ભોગવી આખરે મરણ પામ્યો. કહેવત છે કે, "કરે તેવું પામે.”

  • બાળસદ્બોધ વાર્તાશતક. લેખક :- ખંડુભાઈ મકનજી ઉમરવાડિયા.