આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૩૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ સૂરજના તેજનું ગીત લલકારું; વાદળનું ને પવનનું ગીત ગાયા કરું. ને મારાં રંગબેરંગી પીંછાંનું હું-શું કરું. કહું ? મારા જેવાં પીંછાં વિનાનાં નાનાં બાળકોના હાથમાં એક એક પીંછું મૂકી આવું, ને તેમને રાજી રાજી કરી દઉ. બાપુ ! કાંઈ રસ્તો હોય તો મહેરબાની કરીને બતાવ કે હું તારા જેવી જ બની જાઉ.” બુલબુલ કહે : "ઠીક બેન ! ત્યારે જો બુલબુલ થવું હોય તો હું કહું એમ કર. અહીંથી દૂર દૂર એક ટેકરી છે. એમાં એક ગુફા છે. એમાં એક ઘરડા જાદુગર રહે છે. એની પાસે જજે. એ ઘણા ભલા છે. એને છોકરાં ગમે છે. એને માણસમાંથી પક્ષીઓ અને પક્ષીઓમાંથી માણસ બનાવતાં આવડે છે. જઈને પગે પડજે અને કહેજે કે 'બાવાજી, બાવાજી ! મને બુલબુલ બનાવો. હું તમને જે માગશો તે આપીશ.” ૧૩૦ કમળા તો ખુશી ખુશી થઈ ગઈ. તેને થયું : "કયારે સવાર પડે ને બાવાજી પાસે જાઉ ?” વિચારમાં ને વિચારમાં અરધી રાત સુધી તેને ઊંઘ ન જ આવી; મળસ્કે ઊંઘ આવી. પણ તેમાં તો કમળાને બુલબુલનાં જ સ્વપ્નાં આવ્યાં. સ્વપ્નમાં પોતે બુલબુલ બની ગઈ ને આકાશમાં ઊડવા લાગી. તારા ને સૂરજ-ચાંદાનાં દેશમાં જઈ આવી, ને પવનની સાથે રમતો રમી આવી. સવાર પડી; સૂરજ ભગવાન ઊગ્યા; દુનિયા સોનાની થઈ ગઈ. કમળા ઊઠી. ઝટપટ નાહીધોઈ લીધું. દૂધ જેવી ધોળી ઘાઘરી ને ફૂલ જેવું હળવું પોલકું પહેર્યું. ગળામાં પોતાની વહાલી મોતીની માળા પહેરી. એકલી એકલી જંગલમાં ચાલી. રસ્તામાં ખાડાટેકરા આવે અને પડી જાય, પણ વળી પાછી ઊભી થાય ને ચાલવા માંડે. જાળાં ઝાંખરાંમાં ઘાઘરી ભરાય ને ફાટી જાય, પણ જરા ય રડે નહિ. એકવાર તો નદીમાં લપસી પડી. પણ પછી ઊભી થઈને ઘાઘરી સૂકવીને આગળ ચાલી.