આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫૪
 

વાર્તાનું શાસ્ત્ર-૧ વાંચી લેવી ને પછી તે વિદ્યાર્થીઓને કહી સંભળાવવી-બોલી બતાવવી એટલે વાર્તા કહેવાઈ ચૂકી અને વાર્તાકથનનો હેતુ સફળ થયો એમ શિક્ષકો માને છે. આથી જ જ્યાં જ્યાં મેં વાર્તાઓનું કથન સાંભળ્યું છે, ત્યાં ત્યાં મને અસંતોષ થયો છે. કેટલાએક શિક્ષકોએ વાર્તાને પૂરેપૂરી વાંચેલી પણ નથી હોતી, તેથી તેઓ વાર્તા કહેતાં કહેતાં જ વચ્ચે ભૂલી જાય છે. કેટલાએક શિક્ષકોએ પસંદ કરેલી વાર્તા નીરસ તથા સાંભળનારના સ્વભાવને કેવળ પ્રતિકૂળ હોય છે. કેટલાએક શિક્ષકોનું વાર્તાનું કથન કેવળ શુષ્ક અને ભાવરહિત હોય છે. તો કોઈ શિક્ષક વધારે પડતા ભાવો પ્રગટ કરીને કહે છે તો કોઈ શિક્ષકના મોં ઉપર વાર્તાનો એક પણ ભાવ ઊગતો નથી; કોઈ શિક્ષક વાર્તાને અનુલેખન લખાવવાની રીતે કહે છે તો કોઈ શિક્ષક વાર્તાને ભાષણનો વિષય લેખી વાર્તાને બોલી બતાવે છે; વળી કેટલાએક શિક્ષકો વાર્તાને વધારે રસિક બનાવવા ચિત્રદર્શન અને વસ્તુદર્શનનો પ્રયોગ કરે છે. આ અને આવાં કારણોને લીધે વાર્તાના કથનમાં અને શ્રવણમાં મંદતા જોવામાં આવે છે; વર્ગનું વાતાવરણ લૂખુંસૂકું ભાસે છે; ઘણી વાર વ્યવસ્થા અને શાંતિને ઉત્તેજન મળવાને બદલે અવ્યવસ્થા અને અશાંતિને જન્મ મળે છે. આવી સ્થિતિમાં વાર્તાની જમાવટ થતી નથી, વાર્તાનો કલાપ્રદેશ સાંભળનાર સમક્ષ ઊઘડતો નથી ને વાર્તા દ્વારા કલ્પના, સર્જનશક્તિ અને ભાષાસંસ્કાર વગેરે જે ખીલવવાનો ઉદ્દેશ છે તે નિષ્ફળ જાય છે. વાર્તા કહેનારે પોતાનું કથન સફળ કરવા માટે ઉપર લખ્યા બધા દોષોમાંથી મુક્તિ મેળવી લેવાની છે. ૧૫૪ વાર્તા કહેનારે કેટલી કેટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ તેનો ઉલ્લેખ હું આ સ્થળે કરીશ.