આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫૭
 

વાર્તા કેવી રીતે કહેવી ? ડાબો હાથ સૂણી જાય છે. વાર્તા કહેનારે વાર્તાનું શરીર સુઘટિત અને સમતોલ રાખવાની જરૂર છે. જે વાર્તા કહેનાર વાર્તાનું કેન્દ્ર સમજે છે તેને ગમે ત્યાંથી વાર્તા શરૂ કરતાં આવડે છે કારણકે કેન્દ્રમાં ઊભો ઊભો તે વાર્તાની બધી ત્રિજ્યાઓ જોઈ શકે છે. એમ જ વાર્તાનો કેન્દ્રાત્મા જાણનાર માણસ વાર્તાના કથનમાં વાર્તાની ત્રિજ્યા કઈ છે તે સમજે છે. વાર્તાની ભરતીને છેલ્લે પગથિયે વાર્તાને લઈ ગયા પછી જેને વાર્તાનો ઓટ કરતાં નથી આવડતો તે માણસની વાર્તા નિષ્ફળ જાય છે. વાર્તા કહેનારની ખરી ખૂબી વાર્તાની ભરતી ને છેલ્લે પગથિયે માણસને ઊભો રાખી થોડી વાર તેને ત્યાં થંભાવી ભરતી કેવી ચડેલ છે તેનું તેને દર્શન કરાવવામાં છે. પછી વાર્તાનો ઓટ માણસને સ્વાભાવિક લાગે છે. પથારી પાથરતાં સવાર પડી જાય એવી સ્થિતિ ઘણા વાર્તાકારોની બને છે. તેઓ વાર્તા કીધે જ જાય છે; તેમને વાર્તાની પરાકાષ્ટાએ પહોંચવાનું હોતું જ નથી, આથી વાર્તાની પરાકાષ્ટાનો ખ્યાલ તે આપી શકતા નથી અને શ્રોતાઓ તે પકડી શકતા નથી. પરિણામ એ આવે છે કે વાર્તા સાંભળનાર અને કહેનાર બંનેને એમ જ લાગે છે કે વાર્તા હજી અધૂરી જ છે, અને જાણે વાર્તામાં જે કહેવાનું હતું તે તો રહી ગયું છે. જે કંઈ કરવાનું છે તે વાર્તાકારે એ કરવાનું છે કે તેણે ધારેલ નિશાનને આબાદ ગોળી મારવાની છે. આ કામ કલાનું છે. વાર્તા કથન ફતેહમંદ થાય એટલા માટે વાર્તાકારે વાર્તાના આત્માને પોતાનામાં ઉતારવો જોઈએ. જેને પોતાને વાર્તામાં આનંદ નથી પડતો, જે પોતે વાર્તામાં તલ્લીનતા અનુભવતો નથી, જે પોતે વાર્તાના રસોમાં તરબોળ થતો નથી, તે બીજાઓને વાર્તામાં ગરકાવ કરી શકતો નથી. વાર્તા વાંચતાં વાંચતાં જેની ૧૫૭