આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૭૧
 

વાર્તા કહેવાનો સમય વાળુપાણી કરી ઊજમથી ભેગા થઈ જાય છે. આથી જ ચોરામાં બારોટની થતી શૂરવીરોની વાર્તા સાંભળવા ગરાસિયાઓ અને રજપૂતો મોડી રાત સુધી ભેગા થાય છે. એકાદ ચોકમાં કે કોઈના ઘરની ઓસરીએ કે કોઈ ડોશીની પેડલીએ રાત પડે છે ત્યારે ઘરડાંઓ ભેગાં થાય છે ને અલકમલકની વાતો હાંકે છે. એકાદ અંધારા ખૂણામાં ઊભી કરેલી ખાંભી પાસે જુવાનોની મંડળી રાતના અંધારામાં હળવે હળવે કોણ જાણે કેવી ય વાતો લલકારે છે ! કાલાં ફોલતાં ફોલતાં શેરીની સ્ત્રીઓ અજવાળી રાત્રે વાર્તાનું પૂર આણે છે. માંદલા શેઠિયાઓને ચંપી અને વાર્તા બે જ ઊંઘ આણનારી દવા છે. રાજભારથી કંટાળેલા કે અનુઘોગથી થાકી ગયેલા રાજાને પણ રાત્રિ પડતાં વાર્તાનો ઉકાળો પીવો પડે છે. કેમે ય કરતાં વેરણ રાત ન જતી હોય ત્યારે માંદાને વાર્તા મીઠો મલમ થઈ પડે છે. પોતાને ઊંઘ આવતી ન હોય તેથી જ ઘણી વાર તો ઘરડાં રાત્રે વાર્તા કહેવા બેસે છે. ગમે તેમ કહો પણ વાર્તાકથનનો સર્વમાન્ય સમય અને કુદરતી સમય તો રાતનો જ લાગે છે. ભવાઈ ભાંગતી રાતે જ જામે એમ વાર્તા પહેલી રાતે જ જામે છે. નરી વાસ્તવિકતા ભરેલા દિવસે વાર્તાની કલ્પના ઊડી પણ શકતી નથી. એ જંગલોની કલ્પના, એ સાહસોનો ઉઠાવ, એ અદ્ભુત ચમત્કારોનો ચમકાર ને એ ભયંકર પરાક્રમોનો પ્રચંડ પ્રભાવ રાત્રે જ ખીલી શકે અને એ બધાંને રાત્રિ જ ઝીલી શકે. આવો કંઈક વાર્તાકથનને અને રાત્રિને સંબંધ દેખાય છે. અમે આફ્રિકા ગયેલા ત્યારે દિવસ આખો તો ખાવાપીવાની કડાકૂટમાં અને નવું નવું જોવાની મજામાં કયાં ચાલ્યો જતો તેની ખબર ન રહેતી. પણ જ્યારે રાત્રિ પડે ને પાછો એનો એ જ દરિયો, એનું એ જ આકાશ, એનો એ જ સ્ટીમરનો ઘોંઘાટ અને એનો એ જ ૧૭૧