આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯૫
 

૧૪ વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ આખું ભૂસ્તર આવી જાય. પૃથ્વીનાં બચ્ચાંની વાત કહેવા બેસીએ તો આપણો એક ચંદ્ર અને શનિના આઠ ચંદ્રોની વાર્તા પણ કહી નાખીએ. એક મચ્છરે કરેલો કેર' એવી વાર્તામાં આપણે મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે જાતના તાવની વાતો કહી દઈએ. એક માખીના પરાક્રમની વાતમાંથી આપણે કેટલા યે આરોગ્યના નિયમો બાળક સમક્ષ રજૂ કરી શકીએ. બાળકોને વાર્તાઓ ગમે છે; સીધીસાદી વિજ્ઞાનની વાતો તેમને ન ગમે એ સ્વાભાવિક છે. આપણને જ્યારે વિજ્ઞાનની વાતો ગમવા લાગે છે ત્યારે આપણે બાળક મટી જઈએ છીએ, પણ જ્યાં સુધી આપણે અદ્ભુત વાતોના શોખીખ રહીએ છીએ ત્યાં સુધી આપણે બાલ્યાવસ્થાને ઓળંગી ગયેલા હોતા નથી. બાળકોને વાર્તાના વસ્તુ સાથે ઓછી તકરાર હોય છે; તેમને તો વાર્તાનો ઠાઠ વાર્તાશાહી જોઈએ. ગમે તો ભૂગોળની કે ગમે તો ખગોળની, ગમે તો પ્રજનનશાસ્ત્રની કે ગમે તો અર્થશાસ્ત્રની; ગમે તે વાત તમે વાર્તાના ઠાઠમાં ગોઠવીને કહો તો બાળક તમારી વાત જરૂર સાંભળશે અને તેમાં રસ લેશે. આજે આપણી આસપાસ જે અદ્ભુત કુદરત વિસ્તરી રહી છે તેને એકવાર વાર્તાના રૂપમાં ગોઠવો ને પછી જુઓ કે કુદરતનું જ્ઞાન કેટલું સહેલું અને સરળ થઈ જાય છે ! પૃથ્વી ગોળ છે એમ કહીએ ને તેની સાબિતી આપવા બેસીએ તેમાં બાળકને કશો રસ ન આવે. પણ આપણે શરૂ કરીએ કે "એક હતો વહાણવટી. તે કહે : સામે પૃથ્વીને અડતું આકાશ દેખાય છે તેને અડું.’ તે વહાણ લઈને ચાલ્યો. આકાશ સામે નજર રાખીને વહાણ હંકાર્યે જ જાય. ઘણા દિવસ થયા એટલે વહાણ તો જમીનને કાંઠે આવ્યું ને આકાશ તો દૂરનું દૂર જ રહ્યું. પછી તે જમીન પર સીધી નજર રાખી ચાલવા લાગ્યો. કેટલાં યે જંગલો વટાવી ગયો, કેટલા યે ૧૯૫