આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૨૭
 

વાર્તાનું કથન અને નીતિશિક્ષણ પોતાનો ઢોંગ બધી વાર જાણે છે એવું નથી હોતું, અથવા પોતાનો ઢોંગ હંમેશાં ઈરાદાપૂર્વકનો નથી હોતો, તેથી પોતે ઢોંગ અને સાચનો તફાવત પારખી શકતો નથી. એકદમ સ્વચ્છ વાર્તા માગનારને જરા પણ ગ્રામ્યતા ભરેલી વાર્તા જોતાં એક જાતનો આઘાત થાય છે. આ આઘાતની ક્રિયા ખોટી કેળવણી અને રૂઢિ કે આચારની જડતામાંથી ઉત્પન્ન થાય છે. જેમ હિસ્ટિરિયા એ જાણેઅજાણે માણસે પોતે જ પોતાના મગજમાં દાખલ કરેલ અને વિકસાવેલ રોગ છે, તેમ જ નીતિમયતા, નીતિમયતાની ધૂન, ગ્રામ્યતાનો વિરોધ, એ પણ એક જાતની રોગગ્રસ્ત મગજની દશા છે. એ રોગ માણસે જાતે જ પેદા કરેલ છે. માણસને કેળવણી આપવાની શરૂઆત થાય છે તે પહેલાં માણસમાં કેટલાએક સંસ્કારો પેસી જાય છે. એ ઉપરાંત માણસ કેટલુંએક પોતાની સાથે લાવેલો હોય છે. કેટલુંએક વારસારૂપે તેનામાં પેઢી દર પેઢી ઊતરી આવેલું હોય છે, તો કેટલુંએક તેને સમષ્ટિના વિકાસના વારસારૂપે મળેલું હોય છે. બીજા શબ્દોમાં બોલીએ તો માણસ એ સમષ્ટિનું અંગ છે, એટલે તેને સમષ્ટિના વિકાસના પરિણામનું ફળ મળે છે. વળી માણસ સમષ્ટિનું જ અંગ હોવાથી તેને સમષ્ટિના વિકાસની બીજી બાજુનું પણ ફળ મળે છે. વળી વ્યક્તિગત તેમ જ પૂર્વજોના સંસ્કારો વિષે પણ કંઈક માનવું જોઈએ. સંસ્કારોને માણસ પોતાના પૂર્વજન્મના જીવનમાંથી લાવેલો છે એમ પણ માનવાને કારણો છે. એ ઉપરાંત માણસના સ્થૂળ જન્મ પહેલાં ગર્ભાવસ્થાના દિવસોમાં પડેલા સંસ્કારો એ એક બીજો સંસ્કારસમૂહ છે. જન્મ પછીથી માતાના, પિતાના, જ્ઞાતિના, શેરીના, સમાજના ને ટૂંકામાં કહીએ તો જેને સમગ્ર વાતાવરણના સંસ્કારો કહીએ તે એકેએકની જબરી અસર માણસ ૨૨૭