આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૩૨
 

વાર્તાનું શાસ્ત્ર-૨ અસ્તિત્વ અને તેનો પ્રચાર એ પણ સમાજની ક્ષુદ્રતાનો ચાડિયો છે. જેમ રાજાના ચાડિયાને ભાંગી નાખવાથી અથવા દાટી કે બાળી દેવાથી રાજાની શુદ્ધિ થતી નથી તેમ સમાજના ચાડિયાને આપણા સાહિત્યમાંથી કે શાળામાંથી કાઢી મૂકવાથી સમાજની ગ્રામ્યતા કે ક્ષુદ્રતા જવાની નથી. ઊલટું, આપણે ચાડિયાને એકવાર તો ફેલાવી આપણે આપણી ઘૃણા કરાવી તેને ઊંચે ચડાવવાનું છે. આનો અર્થ એવો નથી કે ગ્રામ્ય વાર્તાઓનું જ શરણ લેવું, પણ એટલો તો છે જ કે નિર્દોષ ગ્રામ્ય વાર્તાની સામે આપણો ઢોંગ લાંબો વખત ચલાવીએ નહિ. વળી ગ્રામ્ય વાર્તાઓનું સંસ્કરણ કરતા જઈએ ને સમાજની કક્ષાએ ઊંચે ચડાવતા જઈએ એ સલાહકારક છે. વાર્તા પોતે સમાજક્રાંતિનું એક સાધન છે એ આપણે વીસરી જવાનું નથી જ. આથી જ જ્યાં જ્યાં ગ્રામ્યતા છુપાયેલી છે ત્યાં ત્યાં ગ્રામ્ય વાર્તાના પ્રયોગથી તે બહાર કાઢી તેને પકડી લઈને સંસ્કાર આપીએ, ને જ્યાં ગ્રામ્યતા છડેચોક છે ત્યાં જઈ ગ્રામ્યતાને અભયદાન આપી તેની સાથે જ ઊંચી રુચિના વિનોદને ધરીએ. આવી વાર્તાઓ પણ તેમાં જે રહસ્ય છે તેને ધ્યાનમાં રાખીને કહીએ તો તેનાથી કશું નુકસાન ન થતાં ફાયદો જ થાય. ૨૩૨