આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪૭
 

_*_sh]! પ્રકરણ અગિયારમું લોકવાર્તાનું સાહિત્ય પ્રત્યેક ભાષામાં વાર્તાનું સાહિત્ય અખૂટ છે. આજે આપણી દુનિયામાં જેટલું વાર્તાસાહિત્ય પ્રગટ થઈ ચૂકયું છે તેથી અનેકગણું વધારે સાહિત્ય લોકોને કંઠે છે. એ સઘળું કંઠસ્થ સાહિત્ય જ્યારે પુસ્તકાકારે પ્રગટ થશે ત્યારે તો લોકોને વાર્તાસાહિત્યનાં ખાસ પુસ્તકાલયો જ ઉઘાડવા પડશે. વાર્તા આબાલવૃદ્ધ સૌનો મીઠો મેરામણ છે. ઊંઘની ગોદમાં સરી જતા બાળકને વાર્તા મધુર સ્વપ્નભરી નિદ્રાનો રૂડો પ્રસ્તાવ છે. દર્દથી સળગી રહેલી પથારીમાં બેચેનીથી આમતેમ ગડથોલાં મારતા દરદીને મન વાર્તા એક ઠંડો લેપ છે. અનિદ્રાથી બળી રહેલ કોઈ દુઃખી કે નિરાશ આંખોની વાર્તા નિદ્રાદેવી છે. તલવારના ઘાથી ઘાયલ થયેલ સૈનિકનું વાર્તા અમોલ ઔષધ છે. વાર્તા વૃદ્ધને જુવાની બક્ષે છે, માને બાળકનું નિર્દોષપણું આપે છે અને જુવાનને પોતાની કુમારાવસ્થાનું પુનરાવર્તન કરાવે છે. રાજારાણીને વાર્તા મનોરંજક છે; થાકીપાકી ગયેલા મજુરને વાર્તા શ્રમવિહારક છે; વાર્તા વિદ્યાર્થીની સરસ્વતી દેવી છે ને પ્રવાસીનો મીઠોમોંઘો વિસામો છે.